ટોપ ન્યૂઝવર્લ્ડ

‘આખું જીવન ભારતના લોકોને સમર્પિત કરી દીધું’, પુતિને પીએમ મોદીના કર્યા વખાણ

Text To Speech
  • તમારી પાસે તમારા પોતાના વિચારો છે, તમે એક ઉર્જાવાન વ્યક્તિ છો…
  • પુતિને દેશના વિકાસમાં પીએમ મોદીના યોગદાનની પ્રશંસા કરી

મોસ્કો, 09 જુલાઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. ગઈકાલે તેઓ મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવે પીએમ મોદીનું સ્વાગત કર્યું. રાત્રે પીએમ મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. પુતિને દેશના વિકાસમાં પીએમ મોદીના યોગદાનની પ્રશંસા કરી.

ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીની રશિયાની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું, “હું તમને ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપવા માંગુ છું. મને લાગે છે કે આ કોઈ સંયોગ નથી પરંતુ તમારા ઘણા વર્ષોના કામનું પરિણામ છે.” તેમણે વધુમાં કહ્યું, “તમારી પાસે તમારા પોતાના વિચારો છે. તમે એક ઉર્જાવાન વ્યક્તિ છો. તમે હંમેશા ભારત અને ભારતીય લોકોના હિતમાં પરિણામ પ્રાપ્ત કરી શકશો. પરિણામ દેખાઈ રહ્યું છે. ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

આ પણ વાંચો :  રશિયન આર્મીમાં કામ કરતા ભારતીયો પરત ફરશે દેશ, PM મોદીએ પ્રમુખ પુતિન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

ભારતની જનતાએ માતૃભૂમિની સેવા કરવાની ફરી તક આપી : પીએમ મોદી

પુતિને કહ્યું કે પીએમ મોદીએ પોતાનું જીવન ભારતના લોકોને સમર્પિત કર્યું છે. તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની જનતાએ તેમને માતૃભૂમિની સેવા કરવાની બીજી તક આપી છે. પુતિને કહ્યું, “તમે તમારું આખું જીવન ભારતના લોકોને સમર્પિત કર્યું છે.” આના પર પીએમ મોદીએ કહ્યું, “હા તમે સાચા છો, મારું એક જ લક્ષ્ય છે, ભારતના લોકો અને દેશની સેવા કરવી.”

બંને વિશ્વ નેતાઓએ મોસ્કોની બહાર સત્તાવાર નિવાસસ્થાને ચા પર અનૌપચારિક ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિન પીએમ મોદીને ઇલેક્ટ્રિક કારમાં સવારી માટે લઈ ગયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “હું આવતીકાલે એટલે કે 09 જુલાઈના રોજ પણ અમારી વાતચીતની રાહ જોઈ રહ્યો છું, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.”

આ પણ વાંચો : SBI અને Goldman Sachsએ બજેટ માટે આપી સલાહ, ડિપોઝિટ પર ટેક્સ સિસ્ટમમાં ફેરફાર જરૂરી

Back to top button