
Ahmedabad City Traffic : હાલ મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા સર્જાવી એ સામાન્ય બાબત બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ જ સમસ્યા અમદાવાદમાં પર જોવા મળી રહી છે. વધતા વાહનોને લીધે શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે સરખેજથી ગાંધીનગર વચ્ચે 7 ફ્લાયઓવર બનાવવામાં આવ્યા હતા. પરંતુ બ્રિજ નીચે આવેલા સિગ્નલ પર ટ્રાફિક સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો છે. જેના નિવારણ માટે બ્રિજ નીચેના તમામ જંકશન સિગ્નલ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ માટે મહાનગર પાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના ભાગરુપે પેલેડિયમ મોલવાળા ચાર રસ્તા પસંદ કરાયા છે. આ રસ્તા પરના બ્રિજ નીચે હાલ 2 કટ છે. જેથી થલતેજ તરફ આવતા વાહનચાલકોને જંકશન સુધી પહોંચતા 50 મીટર પહેલા જમણી બાજુએ કટ મળે છે. ત્યાંથી એસ.જી. હાઈવે પર સીધા જ પેલેડિયમ મોલ સુધી જઈ શકાશે. ગોતા તરફથી આવતા વાહનચાલકોને પણ જંક્શનના 50 મીટર પહેલાં યુ-ટર્ન મારવા માટે કટ આપવામાં આવ્યા છે. હવે વાહનચાલકને ઝાયડસ હોસ્પિટલથી ગોતા તરફ જતા બ્રિજ નીચે વધુ એક કટ અપાશે, તેમ જ થલતેજ બાજુથી આવતા વાહનો માટે પણ કટ આપવામાં આવશે. આ જંક્શન ફ્રી કરવા 4 કટ અપાશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થશે.
આ અંગે AMCના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઈજનેર હિમાંશુ મહેરાના જણાવ્યું હતું કે, હાલ ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને પ્રાયોગિક ધોરણે ચાર રસ્તા બંધ કરવામાં આવશે, જો આ પ્રયોગ સફળ થશે તો તેને કાયમી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડનો અંત, આતંકી હમજા બુરહાનને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી












