ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિંદુ દેવીઓના અશ્લીલ ફોટા વેચવા મામલે DCW અધ્યક્ષે ફરિયાદ કરી

  • હિન્દુ દેવી-દેવતાઓની અશ્લીલ તસવીરો બનાવીને વેચવામાં આવી રહી છે
  • દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને તાત્કાલિક એફઆઈઆર નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી

નવી દિલ્હી, 29 ઑક્ટોબરઃ ઓનલાઈન પ્લેટફોર્મ પર હિંદુ દેવીઓની અશ્લીલ તસવીરો બનાવવામાં અને વેચવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. DCW અધ્યક્ષે કહ્યું કે આ કૃત્ય અત્યંત શરમજનક છે. આ ઘૃણાસ્પદ અને શરમજનક કૃત્ય કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસને નોટિસ મોકલવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસને વિગતો મોકલી

સ્વાતિ માલીવાલે કહ્યું, મને ખૂબ જ દુખ થયું છે કે મને એક ચોંકાવનારી ફરિયાદ મળી છે. લોકો હિંદુ દેવી-દેવતાઓના ફોટા ઓનલાઈન બનાવીને વેચી રહ્યા છે. આ એટલું ઘૃણાસ્પદ અને શરમજનક કૃત્ય છે કે તેના માટે આકરી સજા પણ પૂરતી નથી. કોઈને પણ અધિકાર નથી કોઈપણ ધર્મનું અપમાન કરવાનો. આ એક મોટું પાપ છે. અમે તમામ વિગતો દિલ્હી પોલીસને મોકલી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તેઓ એફઆઈઆર દાખલ કરે અને જેણે પણ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે તેની તાત્કાલિક ધરપકડ કરે. માલીવાલે કહ્યું કે પોલીસે આરોપીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ, જેથી કોઈને પણ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવાની હિંમત ન થાય.

ઈમેલ દ્વારા ફરિયાદ મળી

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે તેમને આ ફરિયાદ ઈમેલ દ્વારા મળી છે. ફરિયાદીએ કેટલાક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે, જેમાં હિંદુ દેવીઓને અશ્લીલ રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમણે આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી, જેથી કરીને ફરી કોઈ આ પ્રકારના કૃત્ય ન કરે. આ સાથે તેમણે ઈન્ટરનેટ પર ફરતી થઈ રહેલી દેવી-દેવતાઓની વાંધાજનક તસવીરોને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો, મુબઇમાં હવે કાળી-પીળી પદ્મિની ટેક્સીઓ રસ્તા પર નહીં દોડે

Back to top button