ગુજરાતટોપ ન્યૂઝધર્મનેશનલ

કેદારનાથ ધામના દર્શન ખૂલ્યા, વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

Text To Speech

કેદારનાથ, 10 મે, 2024: ઉત્તરાખંડમાં બાબા કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા છે. શ્રી કેદારનાથ ધામમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે બાબા કેદારનાથના દ્વાર ખૂલ્યા તે સાથે ચાર ધામ યાત્રાનો પણ પ્રારંભ થયો છે. કેદારનાથ ધામની સાથે જ યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા પણ ખોલવામાં આવશે. શ્રી બદ્રીનાથ ધામના દ્વાર 12 મેના રોજ ખોલવામાં આવશે.

કેદારનાથના દરવાજા ખૂલ્યા, PM મોદીના નામે પ્રથમ પૂજા કરવામાં આવી
કેદારનાથ ધામના દરવાજા ખૂલ્યા ત્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી પોતે કેદારનાથ દર્શન કરવા પહોંચ્યા હતા. સીએમ ધામીએ કહ્યું, “ભક્તો અને યાત્રાળુઓ આ યાત્રાની રાહ જોતા રહે છે. તે પવિત્ર દિવસ આવ્યો અને દરવાજા ખુલ્યા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.

પુષ્કરસિંહ ધામી - HDNews

તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હું સૌને મારી શુભેચ્છા પાઠવું છું અને સૌનું સ્વાગત કરું છું. અહીં પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી છે. સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દર્શનનો પ્રારંભ થયો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ બાબા કેદાર મંદિરના પુનઃવિકાસનું કામ ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું છે. અમારો પ્રયાસ છે કે તે જલ્દીથી પૂર્ણ થાય.”

પુષ્કરસિંહ ધામી - HDNews

Back to top button