ગુજરાતટોપ ન્યૂઝ

શિક્ષણ જગત શર્મસાર : દાંતામાં નશાની હાલતમાં આવેલા શિક્ષકને વાલીઓએ શાળામાંથી કાઢી મૂક્યો, જુઓ વિડીયો

Text To Speech
  • દાંતામાં વધુ એક શિક્ષક દારૂના નશામાં જોવા મળ્યો
  • વાલીઓએ રોષે ભરાઈ શાળાની બહાર કાઢી મૂક્યો

સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા દાંતાની જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો ચાલુ શાળાએ નશો કરેલો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જે બાદ વધુ એક વખત શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં અંબાજી નજીક આવેલી ચિખલા પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો હતો.

શિક્ષકે દારૂના નશામાં શાળામાં પ્રવેશ કર્યો
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં શિક્ષકે દારૂના નશામાં શાળામાં પ્રવેશ કર્યો હતો. ચાલુ શાળામાં શિક્ષક દારૂ પીને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકને શાળામાંથી બહાર કાઢી મૂક્યો હતો. મહત્વનું છે કે, અજય મહેન્દ્રભાઈ પટેલ નામનો શિક્ષક અવારનવાર દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ ઊઠી રહી હતી.આજે પણ તે ચાલુ શાળામાં દારૂના નશામાં આવી જતાં લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. નશામાં ધૂત શિક્ષકનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. નશો કરી આવેલા શિક્ષકને વાલીઓએ શાળામાંથી હાથ પકડી કાઢી મૂક્યો હતો.

રસ્તા પર લથડિયા ખાતા જોઈ બસ પણ લીધા વિના જતી રહી
શાળામાંથી ગ્રામજનોએ નશામાં ધૂત શિક્ષકને કાઢી મૂક્યા બાદ તે લથડિયાં ખાતો ખતો ગામના બસ સ્ટેન્ડ પર પહોંચે છે. દારૂના નશામાં એટલો મસ્ત હતો કે તેને ઊભું રહેવાનું કે ચાલવાનું પણ ભાન રહ્યું નહોતું. શિક્ષકને લથડિયાં ખાતો જોઈ બસ પણ તેને લીધા વિના જ નીકળી ગઈ હતી.

આ પણ વાંચો :  રાજસ્થાનમાં સગીરા સાથે ગેંગરેપ બાદ ભઠ્ઠીમાં સળગાવી દીધી, નરાધમોએ શરીરના અડધા બળેલા અંગોને તળાવમાં ફેંક્યા

Back to top button