ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બેન્કો પર તોળાતુ સંકટ! નાના મધ્યમ કદના ઉદ્યોગ નહી ચૂંકવી શકે પોતાનું દેવું, ટ્રમ્પને કારણે ઊભો થયો બખેડો

નવી દિલ્હી, 7 ઓક્ટોબર, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારતીય બેન્કો સામે મોટી મુસીબત ઊભી થવાની છે. ઘરેલુ રેટિંગ એજન્સી ક્રિસીલે આશંકા વ્યક્ત કર છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો સામે દેવુ ચૂકવવાની સમસ્યા આવી શકે છે. તેની અસર બેન્કોની ડેટ રિકવરી પર પડી શકે છે. ક્રિસીલના અનુસાર આ કારણે બેન્કોની સામે NPA વધવાની પણ સમસ્યા આવી શકે છે. કેમ કે ટેરિફને કારણે નાના ઉદ્યોગોની કમાણી પર અસર પડશે અને તે દેવુ ચૂકવવામાં અક્ષમ થઇ શકે છે.

ક્રિસિલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં બેંકો દ્વારા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને આપવામાં આવેલી લોન સંબંધિત કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) નજીવી રીતે વધીને લગભગ 3.9 ટકા થવાની ધારણા છે. ક્રિસિલ રેટિંગ્સે જણાવ્યું હતું કે આ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં વધારો મુખ્યત્વે યુએસમાં ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે થશે. સરકારી પ્રયાસોથી છેલ્લા કેટલાક વર્ષોમાં NPA ઘટાડવામાં મદદ મળી છે, પરંતુ તે ફરી વધવાની શક્યતા છે.

બેંકોનો વર્તમાન NPA કેટલો છે?

ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રનો કુલ NPA, જે બેંકિંગ સિસ્ટમની બાકી લોનનો 17 ટકા હિસ્સો ધરાવે છે, નાણાકીય વર્ષ 2024-25 ના અંતમાં 3.59 ટકા હતો. એજન્સીના ડિરેક્ટર નારાયણને જણાવ્યું હતું કે, “અમારો અંદાજ છે કે MSME ક્ષેત્રમાં NPA ચાલુ નાણાકીય વર્ષમાં નજીવો વધીને 3.7-3.9 ટકા સુધી પહોંચશે.” આ મુખ્યત્વે અમેરિકા દ્વારા ટેરિફમાં નોંધપાત્ર વધારાને કારણે થશે.

કયા ક્ષેત્રોને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે?

નારાયણને કહ્યું કે આ ટેરિફ કાપડ, વસ્ત્રો અને કાર્પેટ, રત્નો અને ઘરેણાં, ઝીંગા અને પ્રોસેસ્ડ સીફૂડ અને રાસાયણિક ઉદ્યોગ સહિત ચોક્કસ ક્ષેત્રોને અસર કરશે. આનો અર્થ એ છે કે આ ક્ષેત્રોમાં કંપનીઓ ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થશે, અને બેંકોના NPA પણ આ ક્ષેત્રો સાથે જોડાયેલા હોઈ શકે છે. જ્યારે અન્ય ક્ષેત્રો પણ પ્રભાવિત થશે, ત્યારે આ ક્ષેત્રોમાં કંપનીઓ યુએસમાં સૌથી વધુ નિકાસ કરે છે. તેથી, તેમની લોન NPA બનવાની શક્યતા વધુ રહેશે.

આ પણ વાંચોઃ ભારતીય શેરબજારમાં આગેકૂચ જારી, નિફ્ટી અને સેન્સેક્સ વધીને ખુલ્યાં

Back to top button