
CUET UG 2026 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ તારીખ 28 મેના રોજ યોજાનાર CUET UG 2026ની પરીક્ષા હાલ સ્થગિત કરી દીધી છે. જેમાં 28 મેના રોજ બકરી ઈદ (ઈદ અલ-અધા)ની જાહેર રજા હોવાથી કેન્દ્ર અને અન્ય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી આ પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે
ત્યારે હવે આ પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા, જાહેર પરિવહન અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓની પરીક્ષા 28 મેના રોજ યોજાવાની હતી તેમના માટે ટૂંક સમયમાં નવી તારીખપત્રક જાહેર કરાશે. નવી પરીક્ષા તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્ર અંગેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે. અને નવા પ્રવેશપત્રો પણ જાહેર કરાશે.
પ્રવેશપત્રની તમામ વિગતો તપાસવી
વિદ્યાર્થીઓને પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા બાદ તેના પર આપવામાં આવેલી બધી માહિતી કાળજીપૂર્વક વાંચવાની સલાહ અપાઈ છે. જેમાં ઉમેદવારનું નામ, ફોટો, જન્મ તારીખ, પરીક્ષા તારીખ અને શિફ્ટ, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું, પસંદ કરેલ વિષય અને પ્રશ્નપત્રની ભાષા શામેલ છે. પરીક્ષા માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચવી પણ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : મુંબઈ-આગરા નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત












