વર્લ્ડ

પાકિસ્તાન ચોતરફ સંકટ, ઈસ્લામાબાદમાં 6.3ની તીવ્રતાના આંચકા તો માર્ગ અકસ્માતમાં 39ના મોત

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઈસ્લામાબાદમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. રાવલપિંડીમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વહીવટીતંત્ર લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકા ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ આવ્યા છે.

ભૂકંપ શા માટે થાય છે?

જાણો પૃથ્વીમાં 7 પ્લેટ છે. તે આખો સમય ફરે છે. કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય છે. આ ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. પ્લેટોની વારંવાર અથડામણને કારણે, તેમના ખૂણાઓ વળી જાય છે. આ પછી વધુ દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. પછી નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે. આ વિક્ષેપને કારણે ભૂકંપ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. બસમાં 48 જેટલા મુસાફરો સવાર હતા. દુર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

 તો બીજી તરફ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં રવિવારેના રોજ એક હાઇ-સ્પીડ પેસેન્જર બસ ખીણમાં પડી હતી. આ દર્દનાક અકસ્માતમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ હતી.

દર્દનાક માર્ગ અકસ્માતમાં 39ના મોત

પાકિસ્તાની મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે બલૂચિસ્તાનના લાસબેલામાં એક પેસેન્જર બસ ખીણમાં પડતાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. ધ ડોન દ્વારા લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમને ટાંકવામાં આવ્યું હતું કે વાહનમાં લગભગ 48 મુસાફરો હતા.

બસ પોલ સાથે અથડાયા બાદ ખાડામાં પડી હતી

મળતી માહિતી મુજબ લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ પુલના થાંભલા સાથે અથડાઈ હતી અને બાદમાં ખીણમાં પડી હતી. ખીણમાં પડતા આગ લાગી હતી. એક અધિકારીએ જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવાયા છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.

પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે. મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, ઈધી ફાઉન્ડેશનના સાદ ઈધીએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Back to top button