વર્લ્ડ

ઈરાન સંકટમાં ! એક તરફ ભૂકંપ તો બીજી તરફ ડ્રોન હુમલો

શનિવારની મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતાથી ઈરાનની ધરતી હચમચી ગઈ હતી. ઉત્તર-પશ્ચિમ ઈરાનના ખોય શહેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ઈરાનના મીડિયા અનુસાર ભૂકંપમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 440 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે.

ભૂકંપના કારણે ઈરાનની ધરતી ધ્રૂજી ગઈ

ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, આંચકા જોરદાર હતા અને ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ઘણા ભાગોમાં પણ તીવ્ર આંચકા અનુભવાયા હતા. ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે શનિવારે તુર્કીની સરહદ નજીક ઉત્તર-પશ્ચિમ ઈરાનના અઝરબૈજાન પ્રાંતમાં 5.9-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા હતા અને 440 ઘાયલ થયા હતા. અનેક મકાનોને નુકસાન થયું છે.

ઈરાનમાં ભૂકંપ - Humdekhengenews

રાહત અને બચાવ કાર્ય ચાલુ છે

ઈરાનના ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના વિસ્તારમાં બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. હાલ રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે. ભૂકંપના કારણે ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાના અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ, કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઘણી જગ્યાએ પાવર કટની પણ માહિતી છે.

 

ઈરાન ડ્રોન એટેક - Humdekhengenews

ભૂકંપનું કારણ?

વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની ઉપરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી છે, જ્યારે આ પ્લેટો એકબીજા તરફ જાય છે ત્યારે તે અથડાય છે અને ભૂકંપ સર્જે છે. મુખ્ય ભૂગર્ભીય ફોલ્ટ રેખાઓ ઈરાનને પાર કરે છે, જેના કારણે ઈરાને તાજેતરના વર્ષોમાં અનેક વિનાશક ભૂકંપનો સામનો કર્યો છે.

આ પણ વાંચો : મોકૂફ કરાયેલી જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આ જિલ્લામાંથી ફૂટ્યાનો ધડાકો

એક તરફ ભૂકંપ તો બીજી તરફ ઈરાનના મધ્ય શહેર ઈસ્ફહાનમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. લશ્કરી પ્લાન્ટમાં જોરદાર ધડાકો સંભળાયો. જો કે, ઈરાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે નિષ્ફળ ડ્રોન હુમલો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈરાની સ્ટેટ બ્રોડકાસ્ટર આઈઆરઆઈબીએ રવિવારે સવારે તેની વેબસાઈટ પર હુમલા અંગે આ માહિતી આપી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે ઈરાનના મધ્ય શહેર ઇસ્ફહાનમાં દેશના સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૈન્ય સ્થળને ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં ડ્રોન હુમલો

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 11.30 વાગ્યે, સંરક્ષણ મંત્રાલયના વર્કશોપ પરિસરમાંથી એક પર ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો. ઈરાની સંરક્ષણ પ્રણાલીએ પણ ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક અસફળ હુમલો હતો અને તેમાં કોઈનું મોત થયું નથી અને વર્કશોપની છતને માત્ર મામૂલી નુકસાન થયું છે.

આ પણ વાંચો : ભુપેન્દ્ર પટેલ સરકાર પહેલી જ ‘પરીક્ષા’માં નાપાસ, જાણો અત્યારસુધીમાં કેટલી EXAMના પેપર ફૂટ્યા

ડ્રોન હુમલામાં કેટલું નુકસાન થયું?

ઈરાનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી સૈન્ય સુવિધાના સંચાલનમાં અવરોધ નથી આવ્યો. તેમજ તેના સાધનોને નુકસાન થયું નથી. ઈરાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઈસ્ફહાનમાં તેની દારૂગોળાની ઉત્પાદન સુવિધાને ત્રણ નાના ડ્રોન (MAV) દ્વારા નિશાન બનાવવામાં આવી હતી, જેમાંથી એકને હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અને બે અન્યને તોડી પાડ્યા હતા. તે પણ હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં ફસાઈ જતાં વિસ્ફોટ થયો હતો.

Back to top button