ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડ જિલ્લામાં દીપડાના બચ્ચાની ચામડી સહિતના ગેરકાયદે વેપાર પર ધોંસ

  • વનવિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી

એચડી ન્યૂઝ ડેસ્ક, 25 જુન 2025: Forest Department વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં દીપડાના બચ્ચાની ચામડી સહિતના વન્યજીવ અંગો સફળતાપૂર્વક જપ્ત કરીને  આ બાબતે ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.

સંયુક્ત ઓપરેશન કરીને ગુનાઓ રોકવાનો પ્રયાસ

વલસાડ ઉત્તર વન વિભાગ, વલસાડ દક્ષિણ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) ની સંકલિત ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી.  સંયુક્ત પ્રયાસો આ પ્રદેશમાં વન્યજીવ સંબંધિત ગુનાઓને રોકવામાં વન વિભાગની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જાણો વન્યજીવોના અંગોના વેપારની સજા

વન્યજીવ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ કેસમાં લવકર રેન્જે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 2, 9, 39 અને 50 હેઠળ ગુનો નોંધ્યો છે. વન વિભાગ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને તેમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ઓળખ કરવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.

લોકોને સહયોગ આપવા અનુરોધ

વન વિભાગે જનતાને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અને ભારતના સમૃદ્ધ નૈસર્ગિક વારસાના સંરક્ષણમાં મદદ કરવા માટે અપીલ પણ કરી છે.

આ પણ વાંચો: Axiom-4 મિશન શું છે અને તેનો હેતુ શું? ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા શું કરશે? જાણો 

આ પણ વાંચો:ગાંધીનગરના માણસાના નાદરી ગામે થઈ ટાઇ: બે સભ્યોને એક સરખા મત મળતાં…

Back to top button