ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 633 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. મંગળવારે સવાર સુધીમાં દેશમાં 61 હજાર 233 કોરોના દર્દીઓ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ચેપને કારણે 11 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને 4,48,34,859 થઈ ગઈ છે. કોરોનાના ચેપને કારણે મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 152 પર પહોંચી ગયો છે. સૌથી વધુ ચાર મોત દિલ્હીમાં થયા છે. જ્યારે, હરિયાણા, કર્ણાટક અને પંજાબમાં એક-એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. કેરળના મૃત્યુઆંકમાં ચાર મોતનો પણ ઉમેરો થયો છે.
આ પણ વાંચો : 19 વર્લ્ડ લિવર ડે : કોરોના બાદ લીવર ફેઇલના કેસમાં 3 ગણો વધારો
હાલમાં દેશમાં દૈનિક સંક્રમણ દર 0.14 ટકા નોંધાયો છે. તો બીજી તરફ દર્દીઓનો સાજા થવાનો દર 98.68 ટકા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,42,42,474 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાએ પોતાનું માથું ઊંચક્યું છે જે ચિંતાનો વિષય છે.