ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

અંતિમ સંસ્કારની ચિતામાંથી ‘મૃતદેહ’ ઊભો થયો, લોકો સ્તબ્ધ થઈ ગયા! વીડિયો થયો વાયરલ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 24 મે: સોશિયલ મીડિયા પર અનેક અજબ-ગજબના વિચિત્ર વીડિયો વાયરલ થાય છે, જે લોકોના મગજને હચમચાવી દે છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોને ચોંકાવનારી ઘટના જોવા મળે છે, વીડિયોમાં એક ‘મૃતદેહ’ અંતિમ સંસ્કારની ચિતામાંથી ઊભો થયાય છે અને ત્યાંથી ભાગી જાય છે. નજીકમાં ઉભેલા લોકો પણ આ નજારો જોઈને દંગ રહી ગયા! જો કે, વાયરલ વીડિયોને જોતા તે વ્યક્તિ મૃત છે તે ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે હિંદુ માન્યતાઓમાં મૃત વ્યક્તિ પર કફન ઢાંકવામાં આવે છે અને શરીર પર કોઈ કપડા હોતા નથી. પણ આમાં એવું કંઈ નથી. સંભવ છે કે વ્યક્તિ (અગ્નિસંસ્કાર વખતે જાગતો હોય) માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા તો ભુલથી અંતિમ સંસ્કારની ચિતામાં આવી ગયો હોય.

એક મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @kp_sarkar.06 પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. એક માણસ અંતિમ સંસ્કારની ચિતામાંથી ભાગતો જોવા મળે છે. આ જોઈને લોકો કહી રહ્યા છે કે મૃતક જીવતો થયો છે અને ભાગી રહ્યો છે. સત્ય શું છે, તે વીડિયોમાં સંપૂર્ણ રીતે જણાવવામાં આવ્યું નથી, પરંતુ દ્રશ્ય એકદમ આશ્ચર્યજનક છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

અંતિમ સંસ્કારની ચિતામાંથી ઉઠ્યો માણસ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો ભીડમાં એકઠા થયા છે અને લાકડાની આસપાસ ઉભા છે. લાકડા બળી રહ્યા છે, જે ચિતા જેવું લાગે છે. આસપાસ રહેલા લોકોમાં મહિલાઓ પણ છે. જો કે, હિંદુ માન્યતાઓમાં અંતિમ સંસ્કાર વખતે મહિલાઓ હાજર હોતી નથી. આવી સ્થિતિમાં, વીડિયોથી સ્પષ્ટ થાય છે કે આ વાસ્તવમાં અંતિમ સંસ્કારનું દ્રશ્ય નથી.

વીડિયો જોઈ લોકો આપી રહ્યા છે પ્રતિભાવ

આ ચોંકાવનારા વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એકે કહ્યું, ’20 મિનિટ સુધી શ્વાસ રોકીને મૃત્યુને સ્પર્શી પાછો આવી ગયો.’ બીજાએ કહ્યું કે, ‘કદાચ આ માણસને કોઈ કામ અધુરુ રહી ગયું હશે.’ ત્રીજાએ કહ્યું કે, ‘સારુ થયું લાઈટ વાળી સિસ્ટમ નતી, નહીં તર ઊભા થવાનો પણ મોકો ના મળોત.’

આ પણ વાંચો: કેદારનાથમાં હેલિકોપ્ટરે ગુમાવ્યો કાબુ! ખીણમાં કરવું પડ્યું લેન્ડિંગ, જૂઓ વીડિયો

Back to top button