ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : યુનિવર્સિટી કક્ષાની યોગ ટુર્નામેન્ટમાં ડીસા કોલેજે જીત્યા ભાઈઓમાં સિલ્વર અને બહેનોમાં બ્રોન્ઝ મેડલ

Text To Speech

પાલનપુર : યોગ જ્યારે વૈશ્વિક લેવલે પ્રચલિત થયો છે ત્યારે તેનો વધુ પ્રચાર – પ્રસાર થાય અને બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાય એ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધાનું સુંદર અને સફળ આયોજન સરકારી કોલેજ સમી ખાતે કરવામાં આવ્યું .

 

મેડલ -humdekhengenews

જેમાં ડીસા કોલેજના ખેલાડીઓ સખત પરિશ્રમ કરી ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર.ડી ચૌધરીના માર્ગદર્શનથી કોલેજના ભાઈઓ અને બહેનોએ આસનોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યુનિવર્સિટીમાં સતત બીજી વખત ભાઈઓની સ્પર્ધા સિલ્વર મેડલ અને બહેનોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવેલ છે . મેડાલીસ્ટ તમામ ખેલાડી ભાઈઓ અને બહેનો તથા એમના કોચ ને સંસ્થાના નિયામક સી.એસ પટેલ અને પ્રિન્સિપાલ દેસાઈએ તથા ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતની છ બેઠકો પર મોટો ફેરફાર સર્જી શકે છે આ કામદારો, જાણો વોટના સમીકરણો

Back to top button