અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગહેલ્થ

ગુજરાતમાં કોરોનાથી રાહત ! જાણો-24 કલાકમાં કેટલા નવા કેસ ?

Text To Speech

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેની સામે 622 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3893 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.

આજે કેટલા નોંધાયા નવા કેસ ?

જો કે સૌથી મોટી રાહતની વાત એ છેકે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે, ગુરૂવારે 717 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે બુધવારે 665 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.

કોરોના કેસ

હાલમાં શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 212 કેસ ગ્રામ્યમાં 6 કેસ, સુરત કોર્પોરેશનમાં 86 ગ્રામ્યમાં 38 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 57, ભાવનગર કોર્પોરેશનમાં 26, જામનગર કોર્પોરેશનમાં 07, ગાંધીનગર કોર્પોરેશનમાં 30 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 7 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

ગુરૂવારે કેટલા નોંધાયા હતા નવા કેસ ?

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 309 કેસ ગ્રામ્યમાં 7 કેસ, સુરત કોર્પોરેશનમાં 88 ગ્રામ્યમાં 28 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 16, જામનગર કોર્પોરેશનમાં 01, ગાંધીનગર કોર્પોરેશનમાં 31 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 15 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

કોરોના ટેસ્ટિંગ

આ તરફ અમદાવાદ કોર્પોરેશને કોરોના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ એકશન મોડ પર આવ્યું છે. AMC કમિશનર દ્વારા લોકોને માસ્ક પહેરવા અને બાકી હોય તેને કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરી છે. તો ગુરૂવારે એકથી વધુ લોકો સંક્રમિત હોય તેમને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે એએમસી દ્વારા ફરી લોકોને ઘર પૂરતા સીમિત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હવે જાહેર કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ પ્રક્રિયા વધારવામાં આવશે.

કોરોના

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે 68, 073 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે કુલ 71,478 નાગરિકોનું રસીકરણ કરાયું હતું. આ સાથે રાજ્યમાં રસીના કુલ 11.17 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.80 ટકા પહોચ્યો છે.

Back to top button