કરીના કપૂરની મલબાર ગોલ્ડની જાહેરાત પર વિવાદ, યુઝર્સે કહ્યું- ‘હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચી’
સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટને લઈને વિવાદ નવો નથી. તાજેતરમાં, અક્ષય કુમાર તમાકુ બ્રાન્ડની જાહેરાતથી ઘેરાયેલો હતો, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને માફી માંગી હતી. અક્ષય કુમારની જાહેરાત અંગેનો વિવાદ હજુ શમ્યો ન હતો કે વધુ એક સેલિબ્રિટીના બહિષ્કારની માંગ કરવામાં આવી. કરીના કપૂર તેની મલબાર ગોલ્ડની જાહેરાતને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને નિશાન બનાવી રહ્યા છે અને બહિષ્કારની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કરીનાની આ જાહેરાતને હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ગણાવી છે.
શું છે સમગ્ર મામલો
ખરેખર, અક્ષય તૃતીયાના અવસર પર, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપનીએ એક જાહેરાત બહાર પાડી જેમાં કરીના કપૂર લોકોને આ બ્રાન્ડની જ્વેલરી ખરીદવાની અપીલ કરી રહી છે. કરીનાએ પેસ્ટલ કલરનો લહેંગા પહેર્યો છે. તેની સાથે તેણે મેચિંગમાં હેવી જ્વેલરી પહેરી છે. આ જાહેરાત સામાન્ય લાગે છે, પરંતુ કેટલાક લોકોને તે પસંદ નથી. તેનું કારણ એ છે કે કરીના ભારતીય પરંપરાગત કપડાંમાં છે, પરંતુ તેણે બિંદી(હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે સુહાગની નીશાની) નથી લગાવી. બિંદી ન લગાવવાને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેને હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો – સંવેદનશીલતા/ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ LRD યુવકને ચપ્પલ કેમ લઇ આપ્યા?
યુઝર્સનું કહેવું છે કે હિંદુ રિવાજોમાં પરિણીત મહિલાઓ બિંદી પહેરે છે. જાહેરખબરમાં અભિનેત્રીએ આવું ન કરીને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. એક યુઝરે લખ્યું, ‘માલાબાર ગોલ્ડનો બહિષ્કાર કરો. ભારતના 100 કરોડ હિંદુઓ છે? શા માટે આ કંપનીઓ હંમેશા ધાર્મિક લાગણીઓનું અપમાન કરે છે? જાહેરાતમાં બિંદી વગર કરીના કપૂર ને ટાંકીને એક યુઝર કહે છે કે, ‘સ્વ-જવાબદાર જ્વેલર કંપનીએ કરીના કપૂર ખાનની જાહેરાત બહાર પાડી પરંતુ અક્ષય તૃતીયા પર બિંદી વગર. શું તેઓ હિંદુ સંસ્કૃતિની પરવા કરે છે?
યુઝર્સ દ્વારા આ રીતે ટ્રોલ થઇ રહી છે કરીના કપૂર………
#Boycott_MalabarGold
Being 100 crore #Hindus in India ?Why this companies have to be always insult the Religious sentiments ?
In this ad #KareenaKapoor is shown without a bindi #No_Bindi_No_Business pic.twitter.com/64CTHUXJ9M
— Saheel Bobde (@SaheelBobde) April 22, 2022
#KareenaKapoorKhan without a Bindi in #MalabarGold ad on Akshaya Tritiya ?
Malabar Gold Explain what the advertisement is for?#Boycott_MalabarGold#No_Bindi_No_Business pic.twitter.com/e30MxXUT6Z— Kunal Thakur 100% FB (@Kunal_Thakur1) April 22, 2022