ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ ઉપર સર્વસંમતિ, જાણો કોણે શું કહ્યું?

Text To Speech

નવી દિલ્હી, 7 જૂન, 2024: NDA સંસદીય દળની બેઠકમાં આજે નરેન્દ્ર મોદીની સર્વસંમત નેતા તરીકે વરણી કરવામાં આવી હતી. જૂના સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં મળેલી એનડીએના સાથી પક્ષોની બેઠકમાં હાજર રહેલા તમામ સાંસદોએ મોદીના નામના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બેઠક શરૂ થયા બાદ વિદાય લઈ રહેલી સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાજપ સંસદીય પક્ષના તેમજ એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ નારા ચંદ્રબાબુ નાયડુ, જેડીયુના નીતિશકુમાર સહિત તમામ સાથી પક્ષોના નેતાઓએ પ્રસ્તાવને સર્વસમંતિથી બહાલી આપી હતી.

જૂઓ વીડિયો, કયા નેતાએ શું કહ્યું?

સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાતા પહેલાં સેન્ટ્રલ હૉલમાં પહોંચેલા વડાપ્રધાન મોદીનું સૌ નેતાઓએ ઊભા થઈને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન સીધા બંધારણની નકલ મૂકેલી છે ત્યાં પહોંચ્યા હતા અને તેને ભાવપૂર્વક વંદન કર્યા હતા.

એનડીએના નેતા અને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને નારા ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, કુમારસ્વામી, ચિરાગ પાસવાન, પવન કલ્યાણ, એકનાથ શિંદે, અનુપ્રિયા પટેલ, અજિત પવાર સહિત તમામ નેતાઓએ સમર્થન આપ્યું હતું એટલું જ નહીં પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રગતિ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં સુરક્ષા દળોના કેમ્પ પર નક્સલી હુમલો: જવાનોનો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો

Back to top button