યુવકને બાઈક પર ફટાકડા ફોડવાનો સ્ટંટ ભારે પડ્યો, પોલીસે ગુનો નોંધ્યો


ચેન્નઈ: તમિલનાડુના એક બાઈકરને સ્ટંટ કરવો ભારે પડ્યો છે. ખતરનાક સ્ટંટ દરમિયાન બાઈકમાંથી ફટાકડા ફોડતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. હકીકતમાં દિવાળી પછી તમિલનાડુના ત્રિચી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે બાઇક સવાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
#WATCH | Tamil Nadu | In a viral video, a group of bikers were seen performing stunts and bursting firecrackers while riding motorcycles in Tiruchirappalli.
Trichy SP Dr. Varun Kumar tells ANI, “Trichy District police arrested 10 persons under various IPC sections and under the… pic.twitter.com/fShjqlR6wV
— ANI (@ANI) November 14, 2023
બાઇક પર ફટાકડા ફોડ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈકરે સ્પોર્ટ્સ બાઈકની હેડલાઈટ અને આગળની નંબર પ્લેટ પર ફટાકડા ફોડી રહ્યો છે. વીડિયોમાં બાઇકર સ્ટંટ કરતો અને ફટાકડા ફોડતો જોવા મળે છે. જો કે આ દરમિયાન રસ્તો સૂમસામ હતો. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. સ્ટંટ કરનાર વ્યક્તિએ પોતે ચોક્કસપણે હેલ્મેટ પહેર્યું હતું.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
જ્યારે પોલીસને બાઈક પર સ્ટંટ કરતા આ વ્યક્તિના વીડિયો વિશે માહિતી મળી, ત્યારે તેમણે કાર્યવાહી કરી અને કેસ નોંધ્યો. આ મામલાની તપાસમાં સામે આવ્યું છે કે વીડિયોમાં ઈન્સ્ટાગ્રામ પેજ ‘ડેવિલ રાઈડર’નું વોટરમાર્ક છે. આ પછી પોલીસે આ યુઝરની શોધ શરૂ કરી. જ્યારે તેના મિત્ર અજયની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં REEL બનાવવા યુવકે પેટ્રોલથી બાઈકને નવડાવી, જુઓ પછી શું થયો હાલ