ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસની ફજેતી: રાહુલ ગાંધીની સભામાં ભાજપના ઉમેદવારનો ફોટો લગાવ્યો

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા જ જવાબદારોની બેદરકારીના કારણે પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ

મંડલા, 8 એપ્રિલ: લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે મધ્યપ્રદેશની એક તસવીર ચર્ચામાં આવી છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા જ જવાબદારોની બેદરકારીના કારણે પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે. મંડલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા, મુખ્ય મંચ પર લગાવવામાં આવેલા બેનરમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેનો ફોટો ફ્લેક્સમાં બતાવવામાં આવ્યો હતો. જોકે તેમાં કુલસ્તેનું નામ લખવામાં આવ્યું ન હતું. આ ફ્લેક્સમાં કોંગ્રેસના અન્ય નેતાઓના નામ લખ્યા વગર તેમના ફોટા પણ મુકવામાં આવ્યા હતા. જ્યારે આ તરફ ધ્યાન ગયું ત્યારે તરત જ આ તસવીર પર બીજું પોસ્ટર લગાડી દેવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સોમવારે મંડલા લોકસભા મતવિસ્તારના ધનોરા ગામમાં એક જનસભાને સંબોધિત કરશે અને કોંગ્રેસના ઉમેદવાર ઓમકાર સિંહ મરકામના પક્ષમાં વાતાવરણ પ્રચાર કરશે. અહીં, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી સંબોધન પહેલા, મુખ્ય મંચ પર જે ફ્લેક્સ લગાવવામાં આવ્યો હતો, તેમાં કોંગ્રેસના તમામ નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર ફગ્ગન સિંહ કુલસ્તેની તસવીર પણ લગાવવામાં આવી હતી. બાદમાં, ભૂલ છુપાવવા માટે, મંચ પર લગાવવામાં આવેલા ફ્લેક્સમાં ભાજપના નેતા કુલસ્તેનો ફોટા પર અન્ય કોંગ્રેસ નેતાનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો. આ ફ્રેમમાં કોંગ્રેસના ધારાસભ્ય રજનીશ હરવંશ સિંહનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આજે સોમવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ ધનોરા (સિવની) અને બાણગંગા ફેર ગ્રાઉન્ડ (શાહડોલ) ખાતે જાહેર સભાઓને સંબોધશે. રાહુલ બપોરે 2 વાગ્યે સિવની પહોંચશે. તે પછી, તેઓ સાંજે 4 વાગ્યે શાહડોલમાં રેલીમાં ભાગ લેશે.

મંડલામાં ચૂંટણી જંગ રસપ્રદ

મંડલા સીટ પર ભાજપે ફરી એકવાર ફગ્ગન સિંહ કુલસ્તે પર દાવ લગાવ્યો છે. જોકે, ફગ્ગન તાજેતરમાં નિવાસ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. કુલસ્તે મંડલા બેઠક પરથી 6 વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2019ની ચૂંટણીમાં તેમણે લગભગ 98 હજાર મતોથી ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસના ઉમેદવાર કમલ સિંહ મારવીને હરાવ્યા હતા. આ વખતે કોંગ્રેસે અહીંથી ઓમકાર સિંહ મરકમને મેદાનમાં ઉતાર્યા છે. મરકમ 2023ની વિધાનસભા ચૂંટણીમાં ડિંડોરી બેઠક પરથી જીત્યા છે. મરકામ કોંગ્રેસની રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મરકમને કુલસ્તે સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ જુઓ: પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો નહિ તો ક્ષત્રિય સમાજ ઉમેદવારને મેદાનમાં ઉતારશે: શેરસિંહ રાણા

Back to top button