ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંડિત નેહરુને વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સહિત નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: દેશના પૂર્વ અને પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુની જન્મજયંતી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીના શાંતિવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂતપૂર્વ વડા પ્રધાનના યોગદાનને પણ યાદ કર્યું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે પોસ્ટ શેર કરતાં કહ્યું, ‘આધુનિક ભારતના નિર્માતા અને આપણા પ્રેરણા સ્ત્રોત પંડિત જવાહરલાલ નેહરુને હું તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની પ્રગતિશીલ વિચારધારાએ ભારતના સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસને વેગ આપ્યો. તેમણે લોકોને દેશવાસીઓને એક જૂથમાં રાખવા અને કોઈપણ ભેદભાવ વિના દેશને પ્રથમ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

વડા પ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પંડિત નેહરુની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’

આ ઉપરાંત, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી જવાહર નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ દેશના નિર્માણમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નેહરુના યોગદાનને યાદ કર્યું અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી.

પંડિત નેહરી ચાચા નેહરુ તરીકે પણ ઓળખાય છે. તેમના સન્માનમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. દેશના પહેલા પીએમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી બાદ તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા.

આ પણ વાંચો: યોગ દિવસ પર કોંગ્રેસે નહેરુને યાદ કર્યા તો શશિ થરુરે મોદીના વખાણ કરતા કહ્યું યોગને આગળ લાવવામાં તેમનો સહયોગ

Back to top button