ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર 5 ઉમેદવારની કરી 9મી યાદી

Text To Speech

નવી દિલ્હી, 29 માર્ચ : કોંગ્રેસે શુક્રવારે આગામી લોકસભા ચૂંટણી માટે પાંચ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ રાજસ્થાનના ભીલવાડામાંથી સીપી જોશીને મેદાનમાં ઉતાર્યા છે અને દામોદર ગુર્જર રાજસ્થાનના રાજસમંદથી ચૂંટણી લડવાના છે. તાજેતરની યાદી જાહેર થયા બાદ પક્ષ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા 213 પર પહોંચી ગઈ છે.

લોકસભા ચૂંટણી: કોંગ્રેસની 9મી યાદી

  • 1.કર્ણાટક બેલ્લારી – ST ઈ.ઠુકારામ
  • 2.કર્ણાટક ચમરાજાનગર – SC સુનિલ બોઝ
  • 3.કર્ણાટક ચિક્કબલ્લાપુર – રક્ષા રામૈયા
  • 4.રાજસ્થાન રાજસંમદ – ડૉ.દામોદર ગુર્જર (સુદર્શન રાવતના સ્થાને)
  • 5.રાજસ્થાન ભીલવાડા – સી.પી. જોષી (ડૉ. દામોદર ગુર્જરની જગ્યાએ)

ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે પાર્ટીએ આગામી ચૂંટણી માટે તેના ઉમેદવારોની આઠ યાદી બહાર પાડી હતી. કોંગ્રેસની યાદીમાં ઝારખંડ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે. ઝારખંડમાં કોંગ્રેસે ખુંટીથી કાલીચરણ મુંડા, લોહરદગાથી સુખદેવ ભગત અને હજારીબાગથી જય પ્રકાશભાઈ પટેલના નામ આપ્યા છે.

આ ઉપરાંત યુપી, તેલંગાણા, ગોવા અને ઝારખંડમાં પાર્ટીના લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના ટોચના નેતાઓ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મળ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, મધુસુદન મિસ્ત્રી, ઉત્તમ કુમાર રેડ્ડી અને સલમાન ખુર્શીદ સહિત તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યોની હાજરી જોવા મળી હતી.

Back to top button