ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન માટે કોંગ્રેસે 4 ઉમેદવારો કર્યા જાહેર,ઓમ બિરલાની સામે કોને ટિકિટ આપી?

Text To Speech

રાજસ્થાન, 25 માર્ચ 2024: કોંગ્રેસે તેની છઠ્ઠી યાદી જાહેર કરી છે. પાંચ ઉમેદવારોની આ યાદીમાં રાજસ્થાનના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં પાર્ટીએ ઓમ બિરલાની સામે અજમેરથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો.દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને ટિકિટ આપી છે.

પ્રહલાદ ગુંજલ તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમનો મુકાબલો લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે થશે. બીજેપીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કોટા બુંદી સંસદીય મતવિસ્તારમાંથી ત્રીજી વખત પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બિરલા આ પહેલા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી પ્રહલાદ ગુર્જરને મેદાનમાં ઉતાર્યા છે. પ્રહલાદ ગુર્જરનો સીધો મુકાબલો ભાજપના ઉમેદવાર અને કોટા સીટ પરથી વર્તમાન સાંસદ ઓમ બિરલા સાથે છે.

કોંગ્રેસે સવિતા મીણાની ટિકિટ રદ કરી

મુરારી મીણાને કોંગ્રેસ પાર્ટીએ દૌસા લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. 2019માં મુરારી લાલ મીણાની પત્ની સવિતા મીણાએ કોંગ્રેસની ટિકિટ પર દૌસા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પાર્ટીએ સવિતા મીણાની ટિકિટ રદ્દ કરીને તેમના પતિ મુરારી મીણાને મેદાનમાં ઉતાર્યા છે.

જયપુર સીટ પરથી સુનીલ શર્માની ટિકિટ કેન્સલ

કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.પ્રતાપ સિંહ ખાચરિયાવાસને રાજસ્થાનના જયપુરથી ટિકિટ આપવામાં આવી છે.

પાર્ટીએ જયપુર સીટ પરથી સુનીલ શર્માની ટિકિટ રદ્દ કરી દીધી છે. તેમના સ્થાને પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ નફરત સાથે જોડાયેલ છે તેનો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં.

Back to top button