ગુજરાત

રાજકોટ મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે CMએ બેઠક યોજી

Text To Speech

રાજકોટઃરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ચૂંટાયેલા નગરસેવકો–પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રાજયના મુખ્યમંત્રીએ નગરસેવકો-અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ પ્રસંગે મુખ્મંત્રીએ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મ્યુ. કમિશનરે મ.ન.પા. દ્વારા રાજકોટના પ્રગતિ હેઠળના કામોની માહિતી રજૂ કરી હતી. જેમાં રાજકોટમાં બની રહેલા પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રોબસ્ત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને અટલ સરોવર, ડિજિટલ હાઇવે પ્રોજેક્ટ, રૈયાધાર અને જેટકો ચોકડી પાસેના વોટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ, વોટર રીસોર્સ, આવાસ યોજના, લાઈટ હાઉસ, અર્બન ફોરેસ્ટ, મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ, ઈ. ડબલ્યુ. એસ વગેરેની કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોપર્ટી ટેકસના રેકોર્ડ બ્રેક કલેક્શનની માહિતી પણ રજૂ કરાઈ હતી. મુખ્યમંત્રીએ નગર સેવકોની વિકાસ કામોની રજૂઆત સાંભળી તેના ઉકેલની ખાત્રી આપી હતી.

મુખ્યમંત્રીએ પોતાની રાજકોટ મુલાકાત અંગે ટ્વીટ કરીને જાણકારી આપી, જુઓ ફોટો અને વધુ વિગતો

મુખ્યમંત્રીનું બેન્ડની સુરાવલી તથા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગત અર્થે રાસગરબા–રંગોળી–ભાતીગળ પરંપરાગત છત્રી સુશોભિત કરાઇ હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા મહાનગરપાલિકાના 31મીની ટીપરવાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકનું લોકાર્પણ કર્યુ હતું. આ તકે મ્યુ. કમિશનર અમીત અરોરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, સાંસદ મોહન કુંડારીયા અને રામભાઈ મોકરિયા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, કલેકટર અરુણ મહેશ બાબુ, અગ્રણી રાજુ ધ્રુવ, કમલેશ મીરાણી, ઉદયભાઈ કાનગડ, ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button