ગુજરાતચૂંટણી 2022

વડોદરા: 26 લાખ મતદારો માટે 2589 મતદાન મથક બનશે, બીજા તબક્કામાં થશે ચૂંટણી

Text To Speech

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સ્થાનિક ચૂંટણી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. વડોદરા-શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 8મી ડિસેમ્બરે હાથ ધરાશે.

2589 મતદાન મથકો બનાવવામાં આવશે
વડોદરા શહેર-જિલ્લામાં પુરુષ મતદારો 13,311,74 છે, જ્યારે સ્ત્રી મતદારો 12,70,875 અને અન્ય મતદારો 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. મતદાન પ્રક્રિયા માટે 2589 મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં 70 સખી મતદાન મથકો, 10 મોડેલ મતદાન મથકો, 19 ઈકો ફેંડલી મતદાન મથકો ઊભા કરવામાં આવશે.

મતદારો અને કોવિડ શંકાસ્પદ મતદારો માટે વિશેષ સુવિધા
દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોની ચૂંટણી મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજજ બન્યું છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે વડોદરા શહેર-જિલ્લામાં તા. 1-1-2022 અને તા.1-10-2022ની સ્થિતિએ લાયકાત ધરાવતા મતદારોની નોંધણી માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પૈકી 18-19 વર્ષના મતદારોની સંખ્યા 47342 અને 20-29 વર્ષના મતદારોની સંખ્યા 4,72,489 સહિત યુવા મતદારોની કુલ સંખ્યા 5,19,832 છે.

સરકારી કર્મચારીઓની રજાઓ ઉપર પ્રતિબંધ
ચૂંટણીની પ્રક્રિયાઓનો પ્રાંરભ થતાં જ રાજ્ય સરકારના પંચાયતો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશનના વર્ગ 1થી શરૂ કરીને વર્ગ 4 સુધીના કર્મચારીઓની સેવાઓ ચૂંટણી સંચાલન, આયોજન અને વ્યવસ્થા લેવામાં આવે છે. ત્યારે તમામ સંબંધિત વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓને રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મતગણતરી પોલિટેકનિક ફતેગંજ વડોદરા ખાતે યોજાશે
જાહેર જનતા માટે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર 1800-233-3038, 1800-233-2650 જાહેર જનતા માટે ચૂંટણીલક્ષી એપ 1. વોટર્સ હેલ્પલાઇન એપ 2. cVIGIL આદર્શ આચારસંહિતાના ભંગ માટે 3. PwD app મતદારો માટે 4. Know ypur candidate kyc ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વિગત બાબતની જાણકારી મળી રહેશે.

Back to top button