ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થયેલ કેસુડા ટુરની સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો !

Text To Speech

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે, જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને 1 કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત 65,000 વૃક્ષોથી સમૃધ્ધ છે. વસંત ઋતુના આગમન સાથે જ કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, માટે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો તારીખ 7મી માર્ચને મંગળવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસથી જ કેસુડા ટૂર માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કેસૂડો - Humdekhengenews ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમનની સાથે જ ચારે બાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેશરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. આ સમયગાળા દરમિયાન વન વિસ્તારોનું વાતવરણ જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું સામાન્ય તેમ છતાં અતિ મહત્વનું વૃક્ષ છે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ આપણે ત્યાં ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે.કેસૂડો - Humdekhengenewsકેસુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓ પ્રકૃતિની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલા અમુલ્ય વન્ય વારસાને પણ માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. પ્રવાસીઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેકિંગ પણ કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત પણ કરાવવામાં આવશે.

Back to top button