બનાસકાંઠા : ડીસાના કાંટ ગામ પાસે સલાટ પરિવારો વચ્ચે મારામારી
પાલનપુર 26 માર્ચ 2024 : ડીસા તાલુકાના કાંટ ગામ પાસે સલાટ સમાજના પરિવારો રોજબરોજ જાહેરમાં અપ શબ્દો બોલી મારામારી કરતા હોવાની ઘટનાઓથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આજે ગ્રામજનોએ એકઠા થઈ તમામ સલાટ પરિવારને બે દિવસમાં જગ્યા ખાલી કરવાની ચીમકી આપી છે
ડીસા તાલુકાના કાંટ ગામના લોકો છેલ્લા દસ દિવસથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે અહીં ગામ પાસે સલાટ સમાજના 15 થી 20 જેટલા પરિવારો આવીને રહે છે. પરંતુ જ્યાંથી તેઓ આવીને રહે છે ત્યાંથી રોજ જાહેરમાં આપ શબ્દો બોલી ઝઘડાઓ કરે છે જાહેરમાં મારામારી કરતા આજુબાજુમાં રહેતા લોકો હવે પરેશાન થઈ ગયા છે જેના કારણે ગામજનોએ આજે મંદિર ખાતે એકઠા જાહેરમાં અરાજકતા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી
રોજબરોજ 8 થી 10 જેટલા પરિવારો જાહેરમાં આપ શબ્દો બોલી ધમાલ મચાવી અરાજકતા ફેલાવતા આજુબાજુમાં રહેતા લોકો અને ગામના આગેવાનોએ સાથે મળી આનો ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી. જેમાં ગામના આગેવાનોએ આ તમામ પરિવારોને બે દિવસમાં જગ્યા છોડવા અંગેનો નિર્ણય લીધો છે અને જો તેમ છતાં પણ આ લોકો જગ્યા ન છોડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : સાબરકાંઠા ભાજપમાં હલ્લાબોલ, ભીખાજીના સમર્થનમાં 2 હજાર કાર્યકરોના રાજીનામાં