એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

NEET UG 2025નું સિલેબસ થયું જાહેર, જાણો કેવી રીતે મેળવી શકાશે?

Text To Speech

નવી દિલ્હી, 17 ડિસેમ્બર, 2024: નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા NEET UG 2025નું સિલેબસ જાહેર કરવામાં આવ્યું છે. NMC દ્વારા તેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર આજે 17 ડિસેમ્બરને મંગળવારે આ સિલેબસ જાહેર કરવામાં આવ્યું છે. નીટ યુજીના ઉમેદવારો આ સિલેબસ http://www.nmc.org.in/ ઉપર મૂકવામાં આવ્યું છે. સિલેબસ NEET UG 2025 syllabus ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે.

NEET UG 2025 સિલેબસ ડાઉનલોડ કરવા માટે આટલું કરોઃ

— સૌથી પહેલાં એનએમસીની સાઈટ ખોલવાની રહેશે.
— ત્યારબાદ વોટ્સ ન્યૂ (What’s new) વિભાગમાં જવાનું.
— ત્યાર બાદ તમે નીટ યુજી 2025 સિલેબસની લિંક ઉપર ક્લિક કરી શકશો.
— લિંક ઉપર ક્લિક કર્યા બાદ સિલેબસની ફાઈલ ખૂલશે.
— એ ફાઈલને ડાઉનલોડ કરવાની રહેશે.
— ડાઉનલોડ થઈ જાય પછી કાંતો પ્રિન્ટ લઈ શકો અથવા ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં પણ રાખી શકો.

મેડિકલ કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેશનલ મેડિકલ કમિશન હેઠળ એક સ્વાયત્ત વિભાગ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડે નીટ (યુજી) 2025 માટેના અભ્યાસક્રમને આખરી સ્વરૂપ આપી દીધું છે. મેડિકલ કમિશને વધુમાં જણાવ્યું કે, આ સિલેબસને એનએમસીની વેબસાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ NEET 2025ની પરીક્ષા માટે અપડેટ કરેલા અભ્યાસક્રમ ઉપર ધ્યાન આપે.

આ પણ વાંચોઃ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરતા 45 કોચિંગ સેન્ટરોને નોટિસ, 19 સંસ્થાઓને રૂ.61.60 લાખનો દંડ

Back to top button