મેરઠમાં લગ્નના એક દિવસ પહેલા ડીજે વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ, બંને બાજુથી થયો પથ્થરમારો, જૂઓ વીડિયો
- મેરઠમાં એક લગ્નની ઉજવણી દરમિયાન જાટવ અને મુસ્લિમ સમુદાયના લોકો એકબીજા સાથે અથડાયા. જાટવ સમાજના વરઘોડામાં ડીજે વગાડતા હોબાળો થયો હતો
મેરઠ, 16 જુલાઈ: ઉત્તર પ્રદેશના મેરઠમાં બે સમુદાયો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. લગ્નની ઉજવણી દરમિયાન જાટવ અને મુસ્લિમ સમાજના લોકો એકબીજા સાથે અથડાયા હતા. મામલો મેરઠના રસૂલપુર ગામનો છે. જાટવ સમાજની જાનમાં ડીજે વગાડતા હોબાળો થયો હતો. ડીજે વગાડતા જાનૈયાઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને સમુદાયના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જેના કારણે લગ્ન થઈ રહેલા ઘરે ભાગદોડ થઈ હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે 18 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
ડીજે વગાડતા થયો વિવાદ
વાસ્તવમાં જાટવ સમાજના એક પરિવારના ઘરે લગ્ન હતા. છોકરાના લગ્નમાં ઘરની સ્ત્રીઓ નાચતી-ગાતી હતી. આ દરમિયાન રવિવારે રાત્રે ડીજે વગાડવા બાબતે બંને સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. સ્થાનિક લોકોએ તે જ રાત્રે આ વિવાદનું સમાધાન કરાવ્યું હતું. જોકે સોમવારે લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે બંને પક્ષો વચ્ચે ફરી મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન તરત જ પથ્થરમારો પણ શરૂ થઈ ગયો હતો.
અહીં જૂઓ વીડિયો:
#मेरठ में सोमवार को शादी के एक दिन पहले DJ बजाने को लेकर दो समुदाय में बवाल हो गया।
◆ बात इतनी बढ़ गई कि देखते ही देखते दोनों पक्ष मारपीट कर लगे।
◆ इस बीच कुछ लोग पत्थर लेकर आ गए। फिर एक-दूसरे पर जमकर पथराव होने लगा।
◆ इसमें 6 लोग घायल हो गए। घायलों में महिलाएं भी शामिल हैं।… pic.twitter.com/C08wamRFxc— The X India (@thexindia) July 16, 2024
18 આરોપીઓ સામે FIR
બંને સમુદાયો વચ્ચે લાંબા સમયથી પથ્થરમારો ચાલી રહ્યો હતો. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા. વિવિધ સમુદાયો વચ્ચે હિંસક લડાઈની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલીને લગ્નના વરઘોડાને ત્યાંથી રવાના કર્યો હતો. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરતા 18 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને બાકીના આરોપીઓ ફરાર છે, જેમની પોલીસ શોધ કરી રહી છે.
આ પણ વાંચો: તલાક વગર કરી લીધા બીજા લગ્ન, હવે પતિ-પત્નીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી અનોખી સજા