PoKમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, કાશ્મીરીઓ સાથેની અથડામણમાં એક પોલીસે જીવ ગુમાવ્યો
- પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં વિરોધ પ્રદર્શન
- કાશ્મીરીઓએ શાહબાઝ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
- શહેરોમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા
ઈસ્લામાબાદ,12 મે: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે છેલ્લા થોડા દિવસથી અથડામણો ચાલી રહી છે. પોલીસની કાર્યવાહીના વિરોધમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને પથ્થરમારો કર્યો હતો. હડતાળ દરમિયાન ધંધા-રોજગાર બંધ રહ્યા હતા અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કર્યા પછી, પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા, જેના કારણે ઘરો અને મસ્જિદોમાં પણ લોકો પ્રભાવિત થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વીજળીના બિલ પર લાદવામાં આવેલા વધારાના ટેક્સના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કાશ્મીરીઓએ શાહબાઝ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ગુસ્સામાં પાકિસ્તાની સેના પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં સ્થિતિ સામાન્ય થઈ નહોતી.
મુઝફ્ફરાબાદમાં હડતાળ
પોલીસની કાર્યવાહીના વિરોધમાં શનિવારે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં હડતાળ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ધંધા-રોજગાર બંધ રહ્યા હતા અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું. સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં એક પાકિસ્તાની પોલીસના એક અધિકારીએ જીવ ગુમાવ્યો હતો.
શહેરોમાં જોરદાર દેખાવો થયા હતા
જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC)ની હાકલ પર શુક્રવારે મુઝફ્ફરાબાદમાં શટર-ડાઉન અને વ્હીલ-જામ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે ઘરોમાં રહેતા લોકો પ્રભાવિત થયા હતા. વિરોધીઓએ પથ્થરમારો કર્યા બાદ મસ્જિદો પર પણ પથ્થરમારો કર્યો હતો. પીઓકેના સમહાની, સેહંસા, મીરપુર, રાવલકોટ, ખુઇરત્તા, તત્તાપાની, હટ્ટિયન બાલામાં વિરોધ પ્રદર્શનો થયા હતા.
શું છે સમગ્ર મામલો?
જેકેજેએસીના અનેક નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ શુક્રવારે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, સમિતિએ ગયા મહિને જાહેરાત કરી હતી કે રાજ્યભરમાંથી લોકો 11 મેના રોજ મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરશે.
દરમિયાન, એવું બહાર આવ્યું છે કે પીઓકેના મુખ્ય સચિવે ઇસ્લામાબાદમાં આંતરિક વિભાગના સચિવને પત્ર લખીને 11 મેની હડતાલને કારણે સુરક્ષા માટે છ સિવિલ આર્મ્ડ ફોર્સિસ (સીએએફ) પ્લાટૂન્સની માંગણી કરી હતી. આને ધ્યાનમાં રાખીને, સરકારે સમગ્ર પીઓકેમાં કલમ 144 લાગુ કરી હતી અને 10 અને 11 મેના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. જોકે, પીઓકેના તમામ જિલ્લાઓમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચોઃ હવે વધુ શ્રદ્ધાળુઓને મોકલવા જોખમી, યમુનોત્રી ધામની યાત્રા સ્થગિત કરવા પોલીસની અપીલ