ગુજરાતમધ્ય ગુજરાત

ચાઈનીઝ દોરીએ વધુ એક વ્યક્તિનો લીધો ભોગ

ગુજરાતમાં ચાઈનીઝ દોરીના પ્રતિબંધ વચ્ચે પણ તેના કારણે દુર્ઘટના સર્જાવાની ઓછી નથી થઈ રહી હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા અનેક વેપારીઓને ઝડપી પાડ્યા છે છતા પણ તેનું વેચાણ અને તેના ઉપયોગ પર નિયંત્રણ આવી શક્યું નથી. આજે ફરી એક વાર ચાઈનીઝ દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો છે. આજે નડિયાદ શહેરમા ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું મોત નિપજ્યું છે. શહેરના સરદાર નગર પ્રવેશ દ્વાર પાસે આવ યુવકનું ચાઈનીઝ કોરીથી ગળુ કપાયુ હતુ. યુવકને ચાઈનીઝ દોરીના કારણે ગળુ કપાઈ જતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડી ગયા હતા. જ્યાં વધારે પડતુ લોહી વહી જવાથી આ યુવકનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

ચાઈનીઝ દોરીના કારણે વધુ એક મોત

ઉત્તરાયણના તહેવારને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ દોરીના કારણે વધુ એક યુવકનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. આણંદ શહેરનો વિપુલ ઠક્કર નામનો આ યુવક કોઈ કારણ સર આણંદ આવ્યો હતો અને તેના સબંધીનું બાઈક લઈને સરદાર નગર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ગળાના ભાગે ચાઈનીઝ દોરી લાગવાથી તે ગંભીર રીતે ગાયલ થયો હતો. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાને પગલે દાડી આવ્યા હતા આ યુવકને તાત્કાલિક શહેરની મહાગુજરાત હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટાનાને પગલે વલ્લભનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

ચાઈનીઝ દોરી-humdekhengenews

સ્થાનિક પોલીસની કાર્યવાહી પર આક્ષેપ

મહત્વનું છે કે ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી અને રાજ્યમાં ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તેના માટે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમ છતા હજુ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યુ છે. ત્યારે નડિયાદ શહેરમાં આજે ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું મોત થતા સ્થાનિક પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ કાર્યવાહીના નામે માત્ર દેખાવ કરી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમ છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

આ પણ વાંચો : ધરપકડ તો થાય છે, પણ કડક સજા ક્યારે?

Back to top button