ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ કરતા પકડાશો થશે કડક કાર્યવાહી

Text To Speech
  • ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સિઝનેબલ વેપારીઓ સાથે યોજાઈ બેઠક

પાલનપુર : ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા માટે વેપારીઓ સાથે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આજે બેઠક યોજાઈ હતી. જેમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ ચાઈનીઝ દોરીનું વેચાણ નહી કરવા માટે કડક સૂચના આપી હતી. અને જો દોરીનું વેચાણ કરતા જે કોઈ પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

પાલનપુર -humdekhengenews

મકરસંક્રાંતિ પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે અબોલ પક્ષીઓ અને બાઈક ચાલકો માટે ઘાતક બનતી ચાઈનીઝ દોરીના વેચાણ પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ રૂપિયા કમાવવાની લ્હાયમાં ચાઈનીઝ દોરીનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે. જેની સામે આ વખતે પોલીસે પણ કમર કસી છે. જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સીઝનેબલ વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસે વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા માટે સૂચના આપી હતી. તેમ છતાં પણ પ્રતિબંધિત દોરીનું કોઈ વેચાણ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડીસા શહેરમાં ચાઈનીઝ દોરીનું ખરીદ વેચાણ કરતા પોલીસે છ જેટલા ગુનાઓ નોંધ્યા છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ હજુ પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેથી પોલીસે વેપારીઓને માનવતા ખાતર પણ પ્રતિબંધિત દોરી ન વેચવા અપીલ કરી હતી.

આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘એશિયા પેસિફિક દિન’ : જાણો શુું રહ્યું ખાસ

Back to top button