ટેકનોલોજી ક્ષેત્રે ચીનનો મોટો બ્લાસ્ટ: હ્યુમનૉઇડ રોબોટ્સ માટે વિશ્વની સર્વપ્રથમ ‘ડિજિટલ આઈડી’ પ્રણાલી લોન્ચ કરી
China Humanoid Robots Digital ID System: AI અને રોબોટિક્સના ક્ષેત્રમાં ચીને વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. ચીન સરકાર દ્વારા હ્યુમનૉઇડ રોબોટ્સ (માનવ જેવા દેખાતા રોબોટ્સ) માટે એક વિશેષ રાષ્ટ્રીય ડિજિટલ ઓળખ પ્રણાલી (Digital ID System) રજૂ કરવામાં આવી છે. આ અનોખી પહેલ હેઠળ, દેશમાં બનતા કે ઉપયોગમાં લેવાતા દરેક રોબોટને એક વિશિષ્ટ ઓળખ કોડ આપવામાં આવશે, જેથી તેમની હિલચાલ પર બારીકાઈથી નજર રાખી શકાય. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રોબોટ્સના વધતા વ્યાપ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા, કાયદાકીય નિયમન અને શાસન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. ટેકનોલોજીના નિષ્ણાતો આ પગલાને ભવિષ્યની રોબોટિક દુનિયાને સુરક્ષિત અને નિયંત્રિત કરવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવી રહ્યા છે.
‘હ્યુમનૉઇડ ફુલ લાઇફસાઇકલ મેનેજમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ’ શરૂ થયું
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચીને આ પ્રોગ્રામને ‘હ્યુમનૉઇડ ફુલ લાઇફસાઇકલ મેનેજમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ’ નામ આપ્યું છે. શુક્રવારે સત્તાવાર રીતે લોન્ચ કરાયેલી આ અત્યાધુનિક સિસ્ટમનો મુખ્ય હેતુ કોઈપણ રોબોટના ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) થી લઈને તેના વિસર્જન (રિસાયક્લિંગ) સુધીના દરેક તબક્કાને ડિજિટલી ટ્રેક કરવાનો છે. આ સિસ્ટમ દ્વારા ચીની સરકારને રોબોટ્સની રોજિંદી પ્રવૃત્તિઓ પર વધુ નિયંત્રણ મળશે, જેનાથી ભવિષ્યમાં રોબોટિક્સ ઉદ્યોગને કારણે ઉભા થનારા સંભવિત જોખમો અને ટેકનિકલ ખામીઓ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાશે.
ચાર ભાગમાં વહેંચાયેલો હશે અનોખો આઈડી કોડ
આ નવીનતમ સિસ્ટમ હેઠળ, દરેક વ્યક્તિગત મશીનને એક અનોખો ઓળખ કોડ સોંપાશે. આ કોડની સંરચનાને વૈજ્ઞાનિક ઢબે ચાર મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે:
પ્રથમ ભાગ: આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ અને નિકાસ માટેનો રાષ્ટ્રીય ઓળખકર્તા (National Identifier).
બીજો ભાગ: રોબોટ બનાવનારી ચોક્કસ ઉત્પાદક કંપનીનો કોડ (Manufacturer Code).
ત્રીજો ભાગ: ઉત્પાદનનું ચોક્કસ મોડેલ દર્શાવતો કોડ (Model Code).
ચોથો ભાગ: પ્રત્યેક વ્યક્તિગત મશીનનો અનોખો સીરીયલ નંબર (Serial Number).
આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે જો ભવિષ્યમાં કોઈ રોબોટ દ્વારા કોઈ ગંભીર ભૂલ કે અકસ્માત સર્જાય, તો તેના મૂળ સુધી સેકન્ડોમાં પહોંચીને તેની સંપૂર્ણ વિગતો મેળવી શકાય, જે ઉદ્યોગમાં પારદર્શિતા લાવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુરક્ષા અને એઆઈ શાસન મજબૂત કરવાનો લક્ષ્યાંક
ચીન સરકારના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત ‘હ્યુમનૌઇડ રોબોટિક્સ એન્ડ એમ્બોડીડ ઇન્ટેલિજન્સ સ્ટાન્ડર્ડાઇઝેશન કમિટી’ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓનું માનવું છે કે આગામી દિવસોમાં ઘરો અને ફેક્ટરીઓમાં હ્યુમનોઇડ રોબોટ્સનો ઉપયોગ સામાન્ય બની જશે, તેથી અત્યારથી જ એક મજબૂત કાનૂની માળખું હોવું જરૂરી છે.
ગ્લોબલ ટેક નિષ્ણાતોના મતે, જેવી રીતે આજે વાહનો માટે ચેસિસ નંબર કે મોબાઈલ માટે IMEI નંબર ફરજિયાત છે, તેવી જ રીતે આગામી સમયમાં રોબોટ્સ માટે પણ આ પ્રકારની વૈશ્વિક આઈડી પ્રણાલી અનિવાર્ય બનશે અને ચીનનું આ મોડેલ વિશ્વના અન્ય દેશો માટે પથદર્શક સાબિત થશે.
આ પણ વાંચો: AC ને સતત કેટલા કલાક ચલાવવું સેફ? ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર ઓવરહીટથી ફાટશે









