ટ્રાવેલટ્રેન્ડિંગ

પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે છત્તીસગઢ, નહિ થાય પાછા આવવાનું મન

Text To Speech
  • છત્તીસગઢ તેની સમૃદ્ધ સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. અહીં ફરવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે

છત્તીસગઢ તેની પ્રાકૃતિક સુંદરતા અને ખનિજ સંસાધનો માટે એક અલગ ઓળખ ધરાવે છે. વર્ષ 2000માં મધ્યપ્રદેશથી અલગ થઈને છત્તીસગઢ રાજ્યની રચના કરાઈ હતી. વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ફરવા આવીને આ રાજ્યની સુંદરતાને આજીવન પોતાની યાદોમાં કેદ કરી શકે છે. છત્તીસગઢ તેની સમૃદ્ધ સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. અહીં ફરવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે.

છત્તીસગઢના 5 લોકપ્રિય સ્થળો

પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે છત્તીસગઢ, નહિ થાય પાછા આવવાનું મન hum dekhenge news

ચિત્રકૂટ વોટરફોલ

ચિત્રકૂટ ધોધ એ ભારતનો સૌથી પહોળો ધોધ છે, જે તેની ભવ્યતા અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. તે છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં ઈન્દ્રાવતી નદી પર આવેલો છે. ચિત્રકૂટ વોટરફોલમાં બોટિંગ, રાફ્ટિંગ અને ટ્રેકિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરી શકાય છે.

મૈત્રી બાગ

તે રાયપુર નજીક ભિલાઈમાં આવેલો એક વિશાળ બગીચો છે. ત્યાં વિવિધ પ્રકારના ફૂલો, વૃક્ષો અને તળાવો છે. તેને વર્ષ 1972માં બનાવવામાં આવ્યો હતો. તે ભારત અને સોવિયત યૂનિયનની મિત્રતાનું પ્રતીક છે. આ મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું સૌથી જૂનું અને સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય પણ છે.

પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે છત્તીસગઢ, નહિ થાય પાછા આવવાનું મન hum dekhenge news

જગદલપુર

જગદલપુર છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાનું મુખ્યાલય છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા, આદિવાસી સંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. જગદલપુરને ‘બસ્તરનો તાજ’ પણ કહેવામાં આવે છે. અહીં કૈલાશ ગુફા, તીરથગઢ વોટરફોલ, ઈન્દ્રાવતી નેશનલ પાર્ક પણ જોઈ શકાય છે.

હિર્મી

તે એક નાનકડું ગામ છે જે હિર્મી વોટરફોલ અને મંદિર માટે પ્રખ્યાત છે. હિર્રી ધોધ એક આકર્ષક ધોધ છે જે ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીંની આસપાસનો વિસ્તાર શાંતિપૂર્ણ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં એક પ્રાચીન મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. મંદિરનું શાંત વાતાવરણ અને જટિલ વાસ્તુકળા મુલાકાતીઓને આકર્ષે છે.

આ પણ વાંચોઃ જોર સે બોલો જય માતા દીઃ વૈષ્ણોદેવી માતાના દર્શન કરો એકદમ સસ્તા પેકેજમાં

Back to top button