ટોપ ન્યૂઝબિઝનેસ

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ, આટલા રૂપિયાથી વધુની ચુકવણી પર લાગશે એક્સટ્રા ચાર્જ

નાણાંકીય વર્ષ 202૩-24 શરૂ થવામાં માત્ર બાકી છે એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની રજૂઆત સાથે, UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ્સ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI મારફત કરાયેલી વેપારી ચુકવણીઓ (મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન) પર PPI ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે.

આટલો વધારાનો ચાર્જ લાગશે

NPCI દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આ પરિપત્ર અનુસાર, NPCI ઇન્ટરચેન્જ સેટ કરી શકે છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લગાડવાની ભલામણ કરવામાં આવી છે. પરિપત્રમાં, UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લગાડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ચાર્જ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.

આ પણ વાંચો : જો તમે UPI સાથે ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમને મળશે સારા સમાચાર, સરકારે બજેટ પહેલા આ ટેક્સ માફ કર્યો

70% ટ્રાન્ઝેક્શન 2 હજાર રૂપિયાથી વધુ

NPCI ના પરિપત્રમાંથી એવા સંકેતો મળ્યા છે કે 1 એપ્રિલથી, જો તમે UPI પેમેન્ટ એટલે કે Google Pay, Phone Pay અને Paytm જેવા ડિજિટલ માધ્યમથી રૂ. 2,000થી વધુની ચુકવણી કરો છો, તો એના માટે તમારે આ માટે તમારે ખિસ્સું ઢીલું રાખવું પડશે. લગભગ 70 ટકા UPI P2M ટ્રાન્ઝેક્શન્સ રૂ. 2,000થી વધુ મૂલ્યના છે, આ કિસ્સામાં 0.5 થી 1.1 ટકાના ઇન્ટરચેન્જ પર વસૂલાત કરી શકાય છે.

આ પણ વાંચો : મે મહિનામાં વધુ એક રેકોર્ડ, UPI ટ્રાન્ઝેક્શન દસ લાખ કરોડના આંકને પાર

30 સપ્ટેમ્બર પહેલા સમીક્ષા કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, PPIમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડની ચૂકવણી સાથે સંકળાયેલી હોય છે અને વ્યવહારો સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે લાગુ કરવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં કહ્યું છે કે 1 એપ્રિલથી આ નવા નિયમને લાગુ કર્યા પછી, NPCI 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : હવે ડેબિટ કાર્ડ વગર પણ કરો UPI પેમેન્ટ : જાણો શું છે પ્રક્રિયા ?

આમની પાસેથી ઇન્ટરચેન્જ ફી લેવામાં આવશે નહીં

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. ખેતી અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. વાસ્તવમાં, ઇન્ટરચેન્જ ફી ફક્ત તે યુઝર્સને ચૂકવવાની રહેશે જે વેપારી વ્યવહારો એટલે કે વેપારીઓને ચૂકવણી કરે છે. આ પરિપત્ર અનુસાર, પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM)માં બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે કોઈપણ પ્રકારના વ્યવહાર પર કોઈ ચાર્જ લાગશે નહીં.

Back to top button