ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષસ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી : જો રોહિત શર્મા ફાઈનલમાં ટોસ હારશે તો પણ બનશે નવો રેકોર્ડ, જાણો કેવી રીતે

દુબઈ, 9 માર્ચ : રોહિત શર્મા અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે. આજે 9 માર્ચે દુબઈમાં જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટોસ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ચાહકો પ્રાર્થના કરશે કે સિક્કો ભારતની તરફેણમાં આવે. કારણકે રોહિત શર્મા સતત ટોસ હારી રહ્યો છે.

વનડેમાં સૌથી વધુ ટોસ હારનારા ટોપ-3 કેપ્ટનોમાં તેનું નામ નોંધાયેલું છે. રોહિત સતત 11 ODI મેચોમાં ટોસ હાર્યો છે. જો તે ફાઇનલમાં પણ ટોસ નહીં જીતે તો તે ODIમાં સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બની જશે અને બ્રાયન લારાની બરાબરી કરશે. લારાના નામે ODIમાં સતત 12 વખત ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ છે.

ODIમાં સતત સૌથી વધુ ટોસ ગુમાવનાર કેપ્ટન

  • 12 – બ્રાયન લારા
  • 11 – પીટર બોરેન
  • 11 – રોહિત શર્મા

રોહિત શર્મા માટે ટોસ જીતવી મહત્વપૂર્ણ રહેશે

રોહિત શર્મા માટે ફાઇનલમાં ટોસ જીતવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે દુબઈમાં ટોસ મોટો ફેરફાર કરી શકે છે. દુબઈના મેદાન પર અત્યાર સુધીમાં 62 ODI મેચ રમાઈ છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમને પહેલા બેટિંગ કરતા ટીમ કરતાં વધુ સફળતા મળી છે. દુબઈમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 23 વખત જીત મેળવી છે જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 37 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત અને એક ટાઈ રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બંને ટીમોના સંભવિત ખેલાડી

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ

વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (c), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રર્કે, જેકબ ડફી, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, એસ નેથન.

ભારતીય ક્રિકેટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, રવિન્દ્ર જાડેજા.

આ પણ વાંચો:- Video : પુણેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર યુવકે કર્યો પેશાબ, વીડિયો વાયરલ થતાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Back to top button