ચૈત્ર નવરાત્રિઃ ચોથા નોરતે કરો મા કુષ્માંડાનું પૂજન, જાણો શુભ મુહુર્ત
ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ 25 માર્ચ, શનિવારે છે. આ દિવસે માં કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માં દુર્ગાએ પોતાની મંદ મુસ્કાનથી પિંડથી બ્રહ્માંડ સુધીનું સર્જન આ સ્વરુપમાં કર્યુ હતુ. માં કુષ્માંડા તેજની દેવીનું પ્રતિક છે. દેવીના કુષ્માંડા સ્વરૂપના દર્શન અને પુજનથી રોગ-શોકનું હરણ થાય છે. યશ, બળ અને ધનમાં વધારો થાય છે. જાણો માંના કુષ્માંડા સ્વરુપની પુજા વિધિ, ભોગ, શુભ રંગ અને મંત્રો.
માં કુષ્માંડાનું સ્વરૂપ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં રહેલી છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ. ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે. માન્યતા છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
ચોથા નોરતાનો શુભ રંગ અને ભોગ
નવરાત્રિના ચોથા દિવસે લીલો રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માં કુષ્માંડાને લીલો રંગ અતિશય પ્રિય છે. માં કુષ્માંડાને માલપુઆનો ભોગ અર્પિત કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી માં કુષ્માંડા પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
જાણો શુભ મુહુર્ત
બ્રહ્મ મુહુર્ત – 4.46થી 5.33 (સવારે)
પ્રાતઃ સંધ્યા – 5.09થી 6.20 (સવારે)
અભિજિત મુહુર્ત – 12.03થી 12.52 (બપોરે)
વિજય મુહુર્ત – 2.30થી 3.19 (બપોરે)
અમૃત કાળ – 8.32થી 10.07 (સવારે)
નિશિતા મુહુર્ત – 12.03થી 12.50 (બપોરે)
ગોધુલિ મુહુર્ત – 6.34થી 6.57 (સાંજે)
કુષ્માંડા માંનો મંત્ર
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥
सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.
हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં અપનાવો આ ડાયેટ પ્લાનઃ નવ દિવસમાં ઘટશે વજન