ચૈત્ર નવરાત્રિઃ પાંચમા નોરતે કરો માં સ્કંદમાતાની પૂજા
નવરાત્રિનો પાંચમો દિવસ મા સ્કંદમાતાનો હોય છે. માં સ્કંદમાતા ખુબ જ સરસ અને મોહક તેમજ મોક્ષ આપનાર હોય છે. સ્કંદમાતાની સ્તુતિ કરવા માટે નીચે આપેલા મંત્રનો ઉપયોગ કરવો જોઇએ. આ મંત્રના જાપ કરવાથી માં સ્કંદમાતાની કૃપા દ્રષ્ટિ સદાય આપણી ઉપર રહે છે. અને આપણા જીવનમાં શાંતિ અને સુખની શરૂઆત થાય છે.
સ્કંદમાતાનો મંત્ર
જે લોકો માં સ્કંદમાતાના રૂપની પૂજા કરે છે તો તેમને ઘણા લાભ થાય છે. આજના દિવસે માંની પૂજા માટે જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઇએ.
या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
કેમ કહેવાય છે સ્કંદ માતા
ત્રણે લોકના સ્વામી ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકને ભગવાન સ્કંદ પણ કહેવામાં આવે છે. માટે ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાના સ્વરૂપને સ્કંદમાતાના નામે પણ ઓળખવામાં આવે છે. જે કમળના આસન પર બિરાજે છે. માટે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ તેમનું વાહન છે. માના આ રૂપની પૂજા અસલી ઔષધીના રૂપમાં પણ કરવામાં આવે છે.
સંતાન પ્રાપ્તિ માટે માતા સ્કંદમાતાની કરો આ રીતે પૂજા
દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું વિધાન છે. દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં, માતાએ બતાવ્યું છે કે તેના બાળકને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને દુષ્ટોનો અંત લાવે છે, બાળકનું રક્ષણ કરે છે
સ્કંદમાતાની પૂજા વિધિ
નવરાત્રીના પાંચમા દિવસે માં દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની પૂજા કરો. ત્યારબાદ માં દુર્ગા અને તેના સ્વરૂપની પૂજા આરંભ કરો. સૌથી પહેલા પાણીથી સ્નાન કરો. ત્યારબાદ માંને ફૂલ, માળા ચઢાવો. બાદમાં સિંદૂર, કુમકુમ, અક્ષત વગેરે લગાવો. પછી એક પાનમાં સોપારી, ઈલાયચી, પતાશા અને લવિંગ રાખીને ચઢાવી દો. ત્યારબાદ માં સ્કંદમાતાને ભોગમાં ફળમાં કેળા અને આ ઉપરાંત મિઠાઈ અર્પણ કરો. ત્યારબાદ પાણી અર્પણ કરો. ત્યારબાદ ઘીનો દીવો ધૂપ પ્રગટાવી માંના મંત્રનો જાપ કરો. ત્યારબાદ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે દુર્ગા માંની સાથે સ્કંદમાતાની આરતી કરો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કૃપા વરસાવશે