ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ચૈતર વસાવાએ જાહેર મંચ પર ચર્ચા કરવા મનસુખ વસાવાને ચેલેન્જ આપી, મનસુખ વસાવાએ કહ્યું…..

Text To Speech

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં જ તેમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે મોટા મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો લઈ રહ્યા છે. નનામા પત્રમાં તમામ રાજકીય પક્ષના નેતાઓના નામનો ઉલ્લેખ થયેલો હતો. નનામા પત્રની વાત બહાર આવ્યા બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને જાહેરમંચ પર ડિબેટ કરવા આહવાન આપ્યું હતુ. જે પડકારને ઝીલીને મનસુખ વસાવાએ 1 એપ્રિલના રોજ સવારે 10 કલાકે રાજપીપળા ગાંધી ચોક ખાતે ડિબેટ કરવા માટે આહ્વાન આપ્યું હતું જે બાદ સમગ્ર વિસ્તારનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે.

આ અગાઉ ગત વર્ષ 2022 માં ચૈતર વસાવા જ્યારે બીટીપીના નેતા હતા ત્યારે એક ગ્રામ પંચાયતની ચુંટણી દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસવાનો સાળો મારામારીમાં ઘાયલ થયો હતો ત્યારે આ ગુન્હામાં ચૈતર વસાવા સહિત અન્ય શખ્સો વિરુદ્ધ મારામારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો. ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી. ત્યારબાદ ચૈતર વસાવાને તડીપાર કરી દેવાયા હતા.

આ પણ વાંચો : Vadodara : વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા બદલ 24ની અટકાયત
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અગાઉ ઘણા વર્ષોથી રાજકીય યુદ્ધ ચાલતું રહ્યું છે ત્યારે હવે હાલ ચાલી રહેલું વાકયુદ્ધ કોઈ નવી વાત છે નહિ પણ આગામી સમયમાં આ વાતને લઈને વિસ્તારનું રાજકારણ અને મતભેદો વધુ ઉગ્ર બનશે તેવું સ્થાનિકોનું માનવું છે.

Back to top button