ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સીની મોટી કાર્યવાહી, ચૂંટણી પહેલાં દરોડા

Central Investigation Agency action in Kolkata :પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીની ટીમે રિયલ એસ્ટેટ વ્યવસાયી સોના પપ્પુના ઘર સહિત અનેક સ્થળો પર છાપામારી કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોને લઈને કરવામાં આવી છે. તડકે શરૂ થયેલી આ તલાશી હજુ ચાલુ છે. અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.

ફ્લેટ આપવાના નામે છેતરપિંડીના આરોપ કોલકાતાના દક્ષિણ વિસ્તાર બાલીગંજમાં આ છાપામારી કરવામાં આવી છે. આરોપ છે કે સોના પપ્પુએ લોકો પાસેથી ફ્લેટ આપવાના નામે મોટી રકમ ઉઘરાવી લીધી હતી પરંતુ બદલામાં ફ્લેટ આપ્યા ન હતા. તેની સાથે છેતરપિંડીના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ તેની કન્સ્ટ્રક્શન કંપની પર પણ દરોડો પાડ્યો છે અને ત્યાં તલાશી લેવામાં આવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

 

 

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગ્રાહકોની ફરિયાદ ઘણા ગ્રાહકોએ આરોપ લગાવ્યા છે કે તેમને ફ્લેટ પણ ન મળ્યા અને પૈસા પણ પરત ન મળ્યા. તપાસ એજન્સી હાલમાં કંપનીના ખાતાઓ, પ્રોજેક્ટ્સ અને લેનદેનના કાગળોની તપાસ કરી રહી છે. અધિકારીઓને જાણ મળી હતી કે કંપની દ્વારા લેવાયેલી રકમને વ્યક્તિગત લાભ માટે વાપરવામાં આવી હતી.

સોના પપ્પુ પર અગાઉ પણ આરોપ ફેબ્રુઆરી મહિનામાં કોલકાતાના કંકુલિયા રોડ પર હિંસાની ઘટના બની હતી. ત્યારે ગોળીબાર અને બોમ્બ ફેંકાયા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ હુમલો સોના પપ્પુના ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે દસ લોકોની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર/ સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, મુઠભેડમાં એક આતંકી માર્યો ગયો, બે હજુ ઘેરામાં

Back to top button