ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વીડિયો શેર કરીને શખ્સે PM મોદી અને સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપી

Text To Speech

બેંગલુરુ, 05 માર્ચ: કર્ણાટકના યાદગીરી જિલ્લાના રંગમપેટનો રહેવાસી મોહમ્મદ રસૂલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ પછી વીડિયો શેર કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રસૂલ વિરુદ્ધ IPCની કલમ 505(1)(b), 25(1)(b) અને આર્મ્સ એક્ટ હેઠળ FIR નોંધી છે.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

જો કે, પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. વડાપ્રધાન મોદી વિરૂદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઓળખ મોહમ્મદ રસૂલ કદ્દરે તરીકે કરવામાં આવી છે, જે મૂળ  યાદગીરી જિલ્લાનો છે. રસૂલ પહેલા હૈદરાબાદમાં મજૂર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ સ્થાયી થયો હતો. સુરપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પ્રકારનો વીડિયો બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ પહેલીવાર સામે આવી છે. આ વીડિયો પણ વાયરલ થયો છે. ન્યૂઝ એજન્સીએ આ વીડિયોનો સ્ક્રીનગ્રેબ જાહેર કર્યો છે. જેમાં આરોપી તલવાર લઈને ઊભો જોવા મળે છે. જો કે, ઘણી વખત કેટલાક લોકો લાઈમલાઈટમાં આવવા માટે આવી હરકતો કરતા હોય છે. પીએમ માટે આવી પોસ્ટ મૂકતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ એક્શનમાં આવી છે.

સ્થાનિક લોકોની ફરિયાદ પર સુરપુર પોલીસે મોહમ્મદ રસૂલ વિરુદ્ધ IPCની કલમ 505(1)(b), 25(1)(b) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ પોલીસે હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વીડિયો અપલોડ કરીને  રસૂલે પીએમ મોદી અને યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

આ પણ વાંચો: સીએમ એકનાથ શિંદે અને તેમના પુત્રને જાનથી મારવાની ધમકી આપનાર પુણેથી ઝડપાયો

Back to top button