ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સીએમ એકનાથ શિંદે અને તેમના પુત્રને જાનથી મારવાની ધમકી આપનાર પુણેથી ઝડપાયો

Text To Speech
  • મહારાષ્ટ્રમાં એક 19 વર્ષના છોકરાએ સીએમ એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદેને મારી નાખવાની ધમકી આપી હતી, ધમકી બાદ પોલીસ સતર્ક થઈ ગઈ અને આરોપીની પુણેથી ધરપકડ કરી છે

પુણે, 24 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણેમાંથી એક 19 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આ છોકરાએ સીએમ એકનાથ શિંદે અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી છોકરાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 9 દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ધારાસભ્ય શ્રીકાંત શિંદેને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. પોલીસે આરોપીની પુણેથી ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શુભમ વરકડ તરીકે થઈ છે, જેની ઉંમર 19 વર્ષ છે.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

મળેલી ફરિયાદ મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મુખ્યમંત્રી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

સીએમ શિંદેને અનેક વાર મળી છે ધમકી

એપ્રિલ 2023માં પણ સીએમ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને આપી હતી. આ વ્યક્તિએ સીએમ શિંદેને ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેની અટકાયત કરી હતી. સીએમ શિંદેને આ પહેલા પણ ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર પણ મળ્યો હતો.

આ પણ વાંચો: મણિપુરની DM યુનિવર્સિટી કેમ્પસમાં બોમ્બ બ્લાસ્ટ થયો, એક વિદ્યાર્થીનું મૃત્યુ

Back to top button