ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

બટર લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ

  • બટરને રોજ ખાવા માટે ચમચી કે ચપ્પૂથી ખોતરવુ પડે છે?
  • બટર ફ્રીજ બહાર સ્ટોર કરશો તો એવું નહિ થાય
  • બટરમાં મીઠુ એટલે હોય છે કેમકે તે બેક્ટેરિયાથી બચી શકે

કેટલાક લોકો નાસ્તામાં પરાઠા કે ટોસ્ટ સાથે બટર ખાતા હશે. બટર કે માખણનું મહત્ત્વ આ લોકો સારી રીતે જાણતા હશે. તમને રોજ ખાવા માટે બટર લેતા પહેલા ચાકુ કે ચમચીથી તેની પર મહેનત કરવી પડે છે. જો તમારો જવાબ હા છે તો તમે એકલા નથી.

ફ્રિજમાં બટર હોવાના કારણે તે સખત થઇ જાય છે. તેને ગેસની ફ્લેમ પર રાખીને સોફ્ટ કરવુ પડે છે અથવા તો ચપ્પુથી ખોતરવુ પડે છે. બટરને ફ્રિજમાં સ્ટોર કરવાની ભૂલ એ લોકો કરે છે જેમને તેને સ્ટોર કરવાની રીત ખબર હોતી નથી. આજે ફ્રિજ બહાર પણ બટરને ફ્રેશ રાખવાની સરળ રીત જાણો.

માખણ ખૂબ અલગ રીતે બનાવવામાં આવે છે. આ એકમાત્ર એવુ ડેરી ઉત્પાદન છે, જે લગભગ બે અઠવાડિયા સુધી ફ્રિજ વગર રહી શકે છે. તેમાં લગભગ 80 ટકા જેવી ચરબી હોય છે. તેમાં થોડી માત્રામાં મીઠુ પણ મિક્સ કરવામાં આવે છે. જે તેને બેક્ટેરિયાથી બચાવે છે અને ફ્રિજની બહાર સ્ટોર કરવાને યોગ્ય બનાવે છે.

બટરને લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

ફ્રિજ વગર બટરને આ રીતે રાખો ફ્રેશ

બટરને બહાર રાખવા માટે એરટાઇટ ડબ્બામાં રાખીને નોર્મલ ટેમ્પરેચર વાળી જગ્યાએ રાખી શકો છો. જો તમારા કિચનનું તાપમાન બીજા રૂમ કરતા વધુ ગરમ છે તો તેને ત્યાંથી હટાવીને બીજા રૂમમાં રાખો. એટલું ધ્યાન રાખો કે તે સીધુ સનલાઇટના સંપર્કમાં ન આવે.

બટરને લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

એલ્યુમિનિયમ ફોઇલમાં  બટર

આમ તો ઘણા લોકો બટરને ફ્રેશ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ અસરકારક માને છે. પરંતુ બટરને વધુ સમય માટે તેમાં પેક ન કરવુ જોઇએ. આમ કરવાથી ઓક્સીકરણના લીધે માખણ વાસી થવાનું જોખમ રહે છે.

બટરને લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

બટરના રેપરને ન ફેંકો

બટરને સીધા કોઇ વાસણમાં રાખવાના બદલે તેને રેપર સાથે જ રાખો. આ કારણે બટર વધુ દિવસ સુધી ફ્રિજની બહાર પણ ફ્રેશ રહી શકશે.

સ્ટોર કરવાની આ રીત પણ જબરજસ્ત

જો ગરમી ખૂબ વધી હોય તો બટરને સોફ્ટ એન્ડ ફ્રેશ રાખવા માટે સિરામીક કે ચિનાઇ માટીના વાસણમાં મુકીને પાણીની કટોરીમાં રાખી દો. આમ કરવાથી બટર પિગળશે નહીં અને ખરાબ થવાથી પણ બચી જશે. આવશ્યકતા અનુસાર ઠંડક પણ મળશે.

બટરને લાંબો સમય ફ્રિજ બહાર પણ રહેશે ફ્રેશઃ અપનાવો આ ટ્રિક્સ hum dekhenge news

ઘરમાં બનેલા માખણને બહાર સ્ટોર ન કરો

જો તમે મીઠા વગરનું ઘરમાં બનાવેલુ માખણ વધુ સમય સુધી ફ્રેશ રાખવા ઇચ્છો છો તો તેને ફ્રિજમાં જ એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને રાખો.

આ પણ વાંચોઃ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ, કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની જોડીએ ચાહકોનું દિલ જીત્યું.

Back to top button