ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં “ધુતારી” એપ્લિકેશન આવી, ઓનલાઇન એપમાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત ગુજરાતના પોશીના માટે લાગુ પડી છે. વેપારી, ડોક્ટર સહિતના ભણેલા બુદ્ધિજીવી લોકો પણ છેતરાયા છે. તેમાં વેલ્યુ ઓછી થવાના કારણે કોઈએ ફરિયાદ પણ નોંધાવી નથી. ઘણીવાર ઓનલાઇન એપ અને ગેમ્સમાં પૈસા ડબલ કરવાની લાલચમાં અનેક લોકોને રૂપિયા ગુમાવાનો વારો આવતો હોય છે.

આ પણ વાંચો: જાહેરમાં ગંદકી કરનારા ચેતજો, આ શહેરમાં કચરો ફેકનારા પાસેથી વસૂલાયો 13 હજારનો દંડ

લોકોના લાખોથી વધુ રૂપિયા આ એપમાં ધોવાયા

સાબરકાંઠા જિલ્લાના અનેક લોકોના લાખોથી વધુ રૂપિયા આ એપમાં ધોવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ એપ્લિકેશન 12 ડિસેમ્બરે રાત્રે અચાનક બંધ થઈ જતા લોકોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હતો. આ એપ્લિકેશનમાં રોકાણ કરનાર તમામના ખાતામાં બેલેન્સ શૂન્ય થઈ ગયું હતું અને એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. પોતાની શાખ સાચવવા માટે છેતરાયેલા અનેક લોકોએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી નથી. જો કે, છેતરપિંડીની હજી સચોટ રકમ જાણવા મળી નથી પરંતુ આ આંકડો કરોડો સુધી પહોંચાવાની શક્યતા છે.

આ પણ વાંચો: 2023 વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નહી યોજાય, જાણો શું છે કારણ

એપ્લિકેશનમાં એક કા ડબલમાં લોકો રોયા

બોગસ બુસ્ટન નામની એપ્લિકેશનમાં એક કા ડબલમાં વેપારી, ડોક્ટર સહિત અનેક અધિકારીઓએ પૈસા રોક્યા હોવાની જાણકારી મળી રહી છે. જો કે આ એપ્લિકેશનમાં અચાનક જ બેલેન્સ ઝીરો થઇ જતા લોકોને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. પોશીનામાં બુસ્ટન નામની એપ્લિકેશ છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી હતી. આ એપ્લિકેશનમાં ઘણાં લોકોએ રોકાણ પણ કર્યું હતું. પરંતુ એપ્લિકેશન અચાનક બંધ થઈ જતા તમામને પોતાના રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે

લોકોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો

આ એપ્લિકેશન એક રોકાણ એપ્લિકેશન હતી. જેમાં રૂપિયાનું રોકાણ કરવાથી મુદ્દત અનુસાર રૂપિયા ડબલ કરી આપતી હતી. જેમાં રોજિંદું, 7 દિવસ માટે, 21 દિવસ તેમજ એક મહિના સહિતની અલગ- અલગ- મુદ્દત પ્રમાણે રૂપિયા રોકાણ કરવાની સુવિધા આપતી હતી. રૂપિયા રોકાણ કરવાથી મુદ્દત પૂર્ણ થતા આ એપ રૂપિયા ડબલ કરી આપતી હતી. રૂપિયા ડબલ કરવાની લાલચમાં અનેક લોકોએ તેમના રૂપિયા રોકયા હતા. સમય જતાં આ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. અને અનેક લોકોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.

Back to top button