Stock Market: યુદ્ધવિરામની જાહેરાતથી શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર ઉછાળો

Stock Market : આજે સમગ્ર વિશ્વ માટે શાંતિપૂર્ણ સવાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઈરાન સાથે કરાર થયો છે. ઈરાને કહ્યું છે કે, ‘જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી તે હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે.’ યુદ્ધવિરામથી બજારોમાં રાહતનો શ્વાસ આવ્યો છે. વિશ્વભરના બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
યુદ્ધવિરામની જાહેરાત બાદ માર્કેટ મોજમાં
યુદ્ધવિરામની જાહેરાત બાદ આજે (8 એપ્રિલ 2026)ના રોજ ભારતીય શેરબજાર (Indian Stock Market)માં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની જાહેરાત બાદ ક્રૂડ ઓઇલ (Crude oil)ની કિંમતોમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 2,596.03 પોઈન્ટ અથવા 3.48 ટકા વધીને 77,212.61 પર અને નિફ્ટી 767.25 પોઈન્ટ અથવા 3.32 ટકા વધીને 23,890.90 પર ટ્રેડ કરી રહ્યો છે. લગભગ 2,534 શેર વધ્યા જ્યારે 166 ઘટ્યા અને 82 શેર યથાવત રહ્યા છે.
Sensex opens in green; currently trading at 77,182.05, up by 2,565.47 points; Nifty 749.75 points up, currently trading at 23,873.40 pic.twitter.com/sBuyhKiAUo
— ANI (@ANI) April 8, 2026
આજે (08 એપ્રિલ 2026) ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જેની અસર એશિયન બજારોમાં પણ જોવા મળી રહી છે. એશિયન માર્કેટમાં મજબૂત તેજી અને ક્રૂડ ઓઇલમાં મોટા ઘટાડાથી રોકાણકારોનો મૂડ સુધર્યો છે. GIFT નિફ્ટીમાં વધારો ભારતીય બજાર માટે સારા સંકેત આપ્યા છે. જોકે, યુરોપ અને અમેરિકામાં અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા, બજાર અસ્થિર રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવચેતીભરી વ્યૂહરચના સાથે આગળ વધવું પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એશિયન બજારોમાં તેજી, સેન્ટિમેન્ટ મજબૂત
આજે એશિયન બજારોમાં મજબૂત ખરીદી જોવા મળી. જાપાનનો નિક્કી 225 5 ટકાથી વધુ ઉછળીને 56,000ની ઉપર જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI 6 ટકા વધી ગયો છે. તાઇવાન અને હોંગકોંગમાં પણ મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે ટેક અને એક્સપોર્ટ સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરી રહ્યો છે.
આ પણ વાંચો : અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ બાદ કાચા તેલમાં 20% સુધી ઘટાડો











