સોનું-ચાંદી સસ્તા થયા, 1.50 લાખથી ઓછી ગોલ્ડની કિંમત, જાણો આજનો ભાવ

Gold rate: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર 18 જૂન, 2026 ના રોજ સવારે જાહેર કરાયેલા દરો અનુસાર, આજે (ગુરુવારે) પણ ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
લેટેસ્ટ કિંમતોની વાત કરીએ તો 24 કેરેટ સોનું હવે પ્રતિ 10 ગ્રામ ₹1,50,000 થી નીચે છે. 999 શુદ્ધતાવાળી ચાંદી પણ પ્રતિ કિલોગ્રામ ₹2,44,000 થી નીચે આવી ગઈ છે. ૧૮ જૂન (ગુરુવાર) ના રોજ સવારે ibjarates.com પર જાહેર કરાયેલા દરો અનુસાર ૯૧૬ શુદ્ધતા એટલે કે 22 કેરેટ સોનાનો દર પ્રતિ 10 ગ્રામ 1.36 લાખ રૂપિયાથી વધુ છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત કિંમતો દેશભરમાં માન્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય, સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે અને સાંજે ibjarates.com પર ભાવ પ્રકાશિત થાય છે. આ સોના અને ચાંદીના ભાવોમાં GST શામેલ નથી અને ઘરેણાં ખરીદતી વખતે મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે. સોના અને ચાંદીના ભાવ વીકેન્ડમાં પ્રકાશિત થતા નથી.
જાણો સોનાના ગઈકાલના અને આજના ભાવ
- સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 (24 કેરેટ) 150148 (17 જૂન સાંજે) 149332 (18 જૂન સવારે)
- સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 (23 કેરેટ) 149547 (17 જૂન સાંજે) 148734 (18 જૂન સવારે)
- સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 (22 કેરેટ) 137536 (17 જૂન સાંજે) 136788(18 જૂન સવારે)
- સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 (18 કેરેટ) 112611 (17 જૂન સાંજે) 111999 (18 જૂન સવારે)
- સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 (14 કેરેટ) 87837 (17 જૂન સાંજે) 87359 (18 જૂન સવારે)
- ચાંદી (પ્રતિ 1 કિલો) 999 247688 (17 જૂન સાંજે) 243700 (18 જૂન સવારે)












