ટોપ ન્યૂઝબિઝનેસ

શું તમારે પાસે પણ 2000 રુપિયાની નોટ છે? તો ફટાફટ વાંચી લો આ મોટી અપડેટ

Big Update on 2000 Rupee notes : કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા જ 2000 રુપિયાની ચલણી નોટ પાછી ખેંચી લીધી હતી. સરકારે લોકોને આ ચલણી નોટ બદલવા માટેનો સમય પણ આપ્યો હતો. જો કે હવે ફરી એક વખત 2000 રુપિયાની નોટ પર મોટું અપડેટ સામે આવ્યું છે.

સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી

જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તો ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવો વધુને વધુ મુશ્કેલ બનશે. નવેમ્બર 2016માં, સરકારે નોટબંધીની જાહેરાત કરી, જે હેઠળ 500 અને 1000 રૂપિયાની નોટો રાતોરાત ચલણમાંથી દૂર કરવામાં આવી હતી. આના કારણે દેશભરમાં રોકડની તીવ્ર અછત સર્જાઈ હતી. આ કટોકટીને પહોંચી વળવા અને અર્થતંત્રમાં કેશ સર્કુલેશન વધારવા માટે, સરકારે હાઈ વેલ્યૂવાળી 2000 રૂપિયાની નોટ રજૂ કરી જેથી લોકો સરળતાથી જૂની નોટો બદલી શકે.

RBIએ નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી

દેશની રોકડ કટોકટીનો 2018-19 સુધીમાં અંત આવી ગયો હતો, ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ, મે 2023માં, RBIએ તેની ક્લીન નોટ નીતિ હેઠળ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

98 ટકા નોટો RBI પાસે પરત આવી

સૌથી અગત્યની વાત એ છે કે, 2,000 રૂપિયાની નોટોમાંથી લગભગ 98 ટકા RBIને પરત મળી ગઈ છે. હાલમાં, ફક્ત ₹5,669 કરોડની નોટો જ ચલણમાં છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ-ઓન-રેકોર્ડ બી. શ્રવંત શંકર કહે છે કે, ‘2,000 રૂપિયાની નોટો 2026 સુધી કાયદેસર ટેન્ડર રહેશે , પરંતુ તેનો વ્યવહારિક ઉપયોગ નોંધપાત્ર રીતે ઓછો થયો છે’.

શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે?

જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તો તે કાયદેસર રીતે માન્ય રહેશે. જો કે, 7 ઓક્ટોબર, 2023 પછી કોઈપણ નિયમિત બેંકમાં 2000 રૂપિયાની નોટોનું વિનિમય બંધ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે તમે હવે આ નોટો બેંકમાં બદલી શકતા નથી.

હવે વિકલ્પ શું છે?

જોકે, હજુ પણ એક વિકલ્પ ખુલો છે. તમે RBIની 19 નિયુક્ત ઓફિસોમાંથી કોઈ એકમાં ₹2000ની નોટો જમા કરાવી શકો છો. આ ઓફિસો બેંગલુરુ, અમદાવાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, તિરુવનંતપુરમ અને બેલાપુરમાં સ્થિત છે.

લોકો પાસે એકમાત્ર વિકલ્પ બચ્યો

નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટ હજુ ભલે માન્ય હોય, પરંતુ તેનું ચલણ લગભગ અદૃશ્ય થઈ ગયું છે. તેથી, જેમની પાસે હજુ પણ આ નોટો છે તેઓની પાસે RBI ઓફિસમાં નોટ જમા કરવવાનો એકમાત્ર વ્યવહારુ વિકલ્પ બચ્યો છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો મોટો ઝટકો, કર્મચારીઓને લઈને કર્યો આ નિર્દેશ

Back to top button