એજ્યુકેશનયુટિલીટીવિશેષ

ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સ જવા માટે ‘બમ્પર’ તક….

Text To Speech

પરદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓ અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા વગેરે દેશોની પસંદગી કરતા હોય છે. તમે આ વાંચી રહ્યા છો ત્યારે તમારા ધ્યાનમાં પણ એવા બે-ત્રણ વિદ્યાર્થીઓના ચહેરા તો આવી જ ગયા હશે કે જે વિદેશ ભણવા જવા માંગતા હોય.

જોકે ફ્રાન્સ પણ એક એવો દેશ છે જ્યાં અભ્યાસ થઈ શકે એમ છે. ફ્રાન્સે ભારતના 20 હજાર વિદ્યાર્થીઓને પોતાને ત્યાં સ્થાન આપવાનું નક્કી કર્યું છે. જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ફ્રાન્સ જવાનો માર્ગ મોકળો થયો છે.

2025 સુધીમાં 20 હજાર વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ: ફ્રાન્સના વિદેશ મંત્રી

ફ્રાન્સના વિદેશ મંત્રી ભારત યાત્રાએ આવ્યા હતા

તેમણે કહ્યુ હતુ કે દર વર્ષે 7થી 8 હજાર ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો અમારો ઈરાદો છે. એ રીતે 2025 સુધીમાં 20 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા થશે. ફ્રાન્સમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણવા જાય છે, પરંતુ તેની સંખ્યા મર્યાદિત છે. વધુ વિદ્યાર્થીઓ આવી શકે એ માટે લાખો યુરો ડોલરની સ્કોલરશીપ પણ આપવામાં આવે છે.

ફ્રાન્સ- humdekhengenews

શું કરવી પડશે તૈયારી?

ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ ભાષાની પ્રાથમિક જાણકારી પણ જરૃરી છે.ફ્રાન્સમાં 82 યુનિવર્સિટીઓ છે, જે ભારતીય વિદ્યાર્થીઓને કામ લાગી શકે એમ છે. ફ્રાન્સમાં ભણવાની ફી પણ સામાન્ય રીતે વર્ષે 13500 રૃપિયાથી 50 હજાર સુધીની હોય છે.

આ પણ વાંચો: ટ્વીટર પર આ ભુલ મોકલી શકે છે જેલમાં…. 

Back to top button