ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BSFએ 3 પાકિસ્તાની ડ્રોન પકડ્યા, અધિકારીએ જણાવ્યું કે કેવી રીતે મળી સફળતા

  • સર્ચ ઓપરેશન દરમિયાન BSF અને પંજાબ પોલીસને મળી સફળતા
  • સરહદના નૂરવાલા ગામ નજીક એક ખેતરમાંથી મળી આવ્યું પાકિસ્તાની ડ્રોન

પંજાબ, 22 જૂન: પંજાબના તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પાસેના એક ખેતરમાંથી ચીની બનાવટનું ડ્રોન મળી આવ્યું છે. BSFના પ્રવક્તાએ શનિવારે આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સર્ચ ઓપરેશન દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પંજાબ પોલીસને આ ડ્રોન નૂરવાલા ગામ નજીક એક ખેતરમાંથી મળી આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે આ ચીની બનાવટનું “DJI Mavic-3 Classic” ડ્રોન છે.

BSF પંજાબ ફ્રન્ટિયર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપવામાં આવી હતી. BSF પંજાબે તેની પોસ્ટમાં લખ્યું છે “BSF તરફથી મળેલા ચોક્કસ ઇનપુટના આધારે, BSF અને પંજાબ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં પંજાબના તરનતારન જિલ્લાના મસ્તગઢ ગામમાંથી એક પાકિસ્તાની ડ્રોન મળી આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં BSF દ્વારા ડ્રોન રિકવરીની આ ત્રીજી ઘટના છે.” મળી આવેલું ડ્રોન ચાઈનીઝ નિર્મિત DJI મેટ્રિસ 300 RTK છે. ફરી એકવાર, બીએસએફના જવાનોના સમયસર અને સતર્ક પ્રતિસાદને કારણે એક પાકિસ્તાની ડ્રોનને રિકવર કરવામાં આવ્યું જેનો ઉપયોગ દાણચોરો દ્વારા સરહદ પારની દાણચોરી માટે કરવામાં આવતો હતો.

ડ્રોન સાથે હેરોઈન પણ ઝડપાઈ

ફાઝિલ્કામાં ડ્રોન પકડાયાની માહિતી આપતાં BSFએ કહ્યું હતું કે, સરહદી વિસ્તારમાં માદક દ્રવ્યો સાથે ડ્રોનની હાજરી અંગે BSF ઈન્ટેલિજન્સ વિંગની માહિતીના આધારે, BSF ટુકડીઓએ પંજાબ પોલીસ સાથે મળીને શંકાસ્પદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શોધ દરમિયાન, લગભગ 07:35 કલાકે, સૈનિકોએ ફાઝિલકા જિલ્લાના ગહલેવાલા ગામમાં એક ખેતરમાંથી 01 પેકેટ શંકાસ્પદ હેરોઈન (કુલ વજન- 520 ગ્રામ) સાથે 01 ડ્રોન સફળતાપૂર્વક મેળવ્યા. માદક દ્રવ્ય લાલ રંગની એડહેસિવ ટેપમાં લપેટાયેલી મળી હતી અને તેની સાથે ધાતુની વીંટી પણ જોવા મળી હતી, જેમાં એક પ્રકાશ આપતી છડી પણ લગાવેલી હતી. પકડાયેલા ડ્રોનની ઓળખ ચાઈનીઝ નિર્મિત DJI Mavic-3 ક્લાસિક તરીકે કરવામાં આવી છે.

 

તરનતારનમાં કાલે જ પકડાયું ડ્રોન

માહિતી આપતી વખતે, BSFએ X પર લખ્યું હતું કે 21 જૂન, 2024 ના રોજ BSF અને પંજાબ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તરનતારન જિલ્લાના સરહદી વિસ્તારમાં એક પાકિસ્તાની ડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રોન તરનતારન જિલ્લાના નૂરવાલા ગામને અડીને આવેલા ખેતરમાંથી મળી આવ્યું હતું. મળી આવેલા ડ્રોનની ઓળખ ચીન નિર્મિત DJI Mavic 3 ક્લાસિક તરીકે કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન BSF ટુકડીઓ અને પંજાબ પોલીસ વચ્ચે ઝડપી માહિતીની આદાન-પ્રદાન અને સારી રીતે સંકલિત પ્રયાસોનું પરિણામ છે, જે ગેરકાયદે ડ્રોન ખતરાને દૂર કરવાની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં તંગદિલીઃ જોધપુરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ

Back to top button