કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, BSF જવાનો પાસે પાણી અને સિગારેટ માંગી

Text To Speech

ભુજ, 19 જૂન 2024, ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે ચર્ચામાં આવ્યો છે. ત્યારે BSF જવાનોએ કચ્છની સીમાએ પિલર નંબર 1124 પાસેથી ફેન્સીંગ ક્રોસ કરી ભારતમાં ઘૂસી રહેલા પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડયો છે. હાલ પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ જોખમી કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સાંજ સુધીમાં પોલીસના હવાલે કરવામાં આવશે એવુ સુત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે.

સિયાલકોટનો વતની હોવાની કબૂલાત કરી
પ્રાપ્ત વિગતો અનુસાર BSF જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન વિઘાકોટ નજીકના બોર્ડર પિલર નંબર 1125 પાસેથી એક શખ્સ બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો. BSF જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો.આ બોર્ડર નજીક પાકિસ્તાનનું મીઠાઈ નામનું ગામ આવેલું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પાકિસ્તાની શખ્સ સિયાલકોટનો વતની હોવાની કબૂલાત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએસએફના જવાનો દ્વારા ઘૂસણખોરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

BSF જવાનો પાસે પાણી અને સિગારેટની માંગણી કરી
પ્રાથમિક તપાસ દરમિયાન અફઝલે BSF જવાનો પાસે પાણી અને સિગારેટની માંગણી કરી હતી. BSF જવાનોએ જે જગ્યાએથી પાકિસ્તાની ઘૂસણખોર અફઝલને ઝડપ્યો છે. જાન્યુઆરી, 2024માં બોર્ડર પિલર નંબર 1137 થી એક ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 11 દિવસોથી કચ્છના દરિયા કિનારા પરથી ડ્રગ્સના પેકેટ પકડાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે આ ઘૂસણખોરીની ઘટના ઘટતા બન્ને વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ BSF દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃઅમદાવાદઃ જુહાપુરામાં ગેંગવોરમાં એકની હત્યા; હુમલાખોર ગેંગ ફરાર

Back to top button