ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન અને કિમ જોંગને બિહાર લાવો: તેજસ્વી યાદવે PM મોદી પર સાધ્યું નિશાન

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 10 વર્ષના કાર્યકાળનો હિસાબ આપે: તેજસ્વી યાદવ 

પટના, 20 મે: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને 5માં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દેશના 8 રાજ્યોમાં લોકસભાની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ દરમિયાન તેજસ્વી યાદવે પટનામાં મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળનો હિસાબ માંગ્યો અને કહ્યું કે, તેઓ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા પ્રમુખ વ્લાદિમીર પુતિન  અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને પણ બિહાર લાવવા જોઈએ અને ચારેય લોકો પાસે ચૂંટણીમાં પ્રચાર કરાવવો જોઈએ. તેજસ્વી યાદવે કહ્યું કે, વડાપ્રધાન કંઈ પણ કહેતા રહે છે.

 

તેજસ્વી યાદવે PM મોદી પર નિશાન સાધ્યું

તેજસ્વી યાદવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષનો હિસાબ લાવીને આવે અને જણાવે કે તેમણે દેશની કઈ ચિંતા કરી છે, જે તેમણે સુધારી છે. તેમણે બેરોજગારી અને મોંઘવારી વધારી છે. તેમણે બિહારને વિશેષ દરજ્જો આપ્યો નથી અને પૂર માટે ખાસ કોઈ પેકેજ પણ નથી આપ્યું. પૂર માટે ન તો તેમણે સમય આપ્યો અને ન તો એક વખત પણ મીટિંગ કરી, જે અમારી સમસ્યા હતી. વડાપ્રધાને સોયની એક પણ ફેક્ટરી ખોલી નથી. ભાજપના 39 સાંસદો હતા. તેઓએ કહે કે તેમણે શું કર્યું છે.

ટ્રમ્પ, પુતિન અને કિંગ જોંગ પાસે ચૂંટણીમાં પ્રચાર કરાવવો જોઈએ

તેજસ્વી યાદવે નિશાન સાધતા કહ્યું કે, તેઓ કોઈ ઉપયોગી વાત નથી કરતા પરંતુ નકામી વસ્તુઓ વિશે વાત કરે છે. તેઓ શિક્ષણ, દવા, કમાણી, સિંચાઈ, બેરોજગારી કે મોંઘવારી વિશે વાત કરતા નથી. તેમના બોલવાથી હવે જનતાને કોઈ ફરક પડતો નથી. જનતા હવે તેને હટાવવા માંગે છે.’ તેજસ્વી યાદવે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવા જોઈએ, વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને પણ બોલાવવા જોઈએ. આ પછી ત્રણેય કે ચારેય લોકોએ મળીને બિહારમાં ચૂંટણી પ્રચાર કરવો જોઈએ. લોકોએ સમજવું પડશે કે ભાજપનું પતન શરૂ થઈ ગયું છે. એ લોકો નર્વસ છે.

આ પણ જુઓ: આ કારણે ઉત્તરપ્રદેશના એક આખા ગામે મતદાનનો કર્યો બહિષ્કાર

Back to top button