ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલહેલ્થ

રાજધાનીમાં શ્વાસ રુંધાયા: Air Quality કોવિડ-19 કરતા પણ ખતરનાક બની, જાણો ચોંકાવનારું સત્ય

  • દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે શિયાળાના માત્ર પાંચ મહિનામાં એક વ્યક્તિ અજાણતાં 9,000 સિગારેટ જેટલી સિગારેટ શ્વાસમાં લે છે

National News: દેશની રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા AIR Quality દિવસેને દિવસે બગડી રહી છે, પરંતુ હવે તો તે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. હવાની ગુણવત્તા એક સાયલન્ટ કિલર બની ગઈ છે, જે અકાળે જીવન ટૂંકાવી નાખે છે. રાજસ્થાનના અલવરમાં અનિલ અગ્રવાલ પર્યાવરણ તાલીમ સંસ્થા ખાતે આયોજિત ‘અનિલ અગ્રવાલ સંવાદ 2026’ દરમિયાન નિષ્ણાતોએ દિલ્હી અને દેશમાં વાયુ પ્રદૂષણની ઘાતક અસર પર એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો હતો.

શિયાળાનું પ્રદૂષણ 9,000 સિગારેટ જેટલું

એક સત્રને સંબોધતા પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત પ્રોફેસર ડૉ. સંજીવ બગાઈએ જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે શિયાળાના માત્ર પાંચ મહિનામાં એક વ્યક્તિ અજાણતાં 9,000 સિગારેટ જેટલી સિગારેટ શ્વાસમાં લે છે. આ પ્રદૂષણ જીવનને સીધી અસર કરી રહ્યું છે.

ચિંતાજનક આંકડા રજૂ કરતા, ડૉ. બગાઈએ જણાવ્યું હતું કે COVID-19 પછીના ચાર વર્ષમાં ભારતમાં આશરે 6,00,000 મૃત્યુ નોંધાયા છે. તેનાથી વિપરીત વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે 20થી 30 લાખ મૃત્યુ થાય છે. આનો અર્થ એ થયો કે પ્રદૂષણ સંબંધિત મૃત્યુ કોવિડ-19 કરતા 16 ગણા વધારે છે.

વિશ્વભરમાં પરિસ્થિતિ વધુ ભયાનક છે. જ્યાં દર વર્ષે 50 લાખથી 81 લાખ લોકો ખરાબ હવાની ગુણવત્તાને કારણે મૃત્યુ પામે છે. ભારતીય હોસ્પિટલોમાં હજુ પણ વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓ માટે અલગ નિદાન કોડિંગ નથી તે ચિંતાજનક છે.

પ્રદૂષણ શરીર પર કલાકોમાં નહીં, પણ મિનિટોમાં હુમલો કરે છે

લેન્સેટ રિપોર્ટ ટાંકીને ડૉ. બગાઈએ સમજાવ્યું કે ખરાબ હવાના સંપર્કમાં આવવું કેટલી ઝડપથી જીવલેણ બની શકે છે.

  • 15 મિનિટ: શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
  • 1થી 2 દિવસ: સતત સંપર્કમાં રહેવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
  • 3થી 5 દિવસ: સતત સંપર્કમાં રહેવાથી અચાનક કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.

સૂક્ષ્મ કણોનું ગણિત (PM 2.5) અને મૃત્યુદર

હવામાં PM 2.5 કણોમાં થોડો વધારો પણ મૃત્યુ તરફ દોરી શકે છે. સંશોધન મુજબ:

  • પીએમ 2.5 ની સાંદ્રતામાં માત્ર પાંચ માઇક્રોગ્રામનો વધારો મૃત્યુદરમાં ચાર ટકાનો વધારો કરે છે.
  • 35 માઈક્રોગ્રામનો વધારો આ જોખમ 24 ટકા વધારે છે.
  • હવામાં ઝેરી વાયુઓમાં માત્ર એક ટકાનો વધારો હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ બમણું કરે છે.

બાળકોનું ભવિષ્ય જોખમમાં

પ્રદૂષણથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. સવારે પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હોય છે, જ્યારે ભેજ વધારે હોય છે. આ તે સમય છે જ્યારે બાળકો શાળાએ જાય છે. એક સર્વે મુજબ આ ગૂંગળામણભરી હવાને કારણે ઘણા બાળકો શાળાએ જવાથી ડરી રહ્યા છે અથવા તેમના પરિવારો દિલ્હી છોડીને જવાનું વિચારી રહ્યા છે.

શરીરના દરેક ભાગને અસર કરે છે

સત્ર દરમિયાન ડૉ. બગઈએ ફેફસાંના ડાયેગ્રામનો ઉપયોગ કરીને સમજાવ્યું કે કેવી રીતે પ્રદૂષિત હવા એલ્વિઓલીને નુકસાન પહોંચાડે છે, જેના કારણે શરીરમાં બળતરા અને ઓક્સિડેટીવ તણાવ વધે છે. આ ફક્ત ફેફસાં પૂરતું મર્યાદિત નથી, પરંતુ ધીમે ધીમે હૃદય, કિડની, મગજ અને મેટાબોલિક સિસ્ટમને પણ નુકસાન પહોંચાડે છે. અહેવાલો અનુસાર દિલ્હીમાં થતા કુલ મૃત્યુના 11 ટકા માટે PM 2.5 સીધી રીતે જવાબદાર છે.

આ પણ વાંચોઃ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો જાણી લો: 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો

Back to top button